નવી મુંબઈની SIES કૉલેજની 7 લોકોનું ગ્રુપ પાંડવકડા ધોધ ખાતે ફરવા ગયા હતાં. આ તમામ લોકો ધોધમાં ઉતર્યા હતાં. જેમાંની ચાર કિશોરીઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
નવી મુંબઈના પાંડવકડા ધોધમાં ડૂબી જવાથી ચાર કિશોરીઓના મોત - ડુબવાથી મોત
નવી મુંબઈઃ પાંડવકડા ધોધ જોવા ગયેલી ચાર તરુણીઓના ધોધમાં પડી જવાથી મોત થયા હતાં. જેમાંની ત્રણ કિશોરીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એકનો મૃતદેહ લાપતા છે. મૃતક તરુણીઓ ચેમ્બુરની રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
નવી મુંબઈના પાંડવકડા ધોધમાં ડૂબી જવાથી ચાર કિશોરીઓના મોત
ધટનાની જાણ થતાં ખારધાર પોલીસ અને ફાયર ફાયટર દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ઉંડા પાણીમાં શોધખોળ શરુ કરતાં નેહા અશોક જૈન, આરતી નાયકસ અને શ્વેતા નંદના મૃતદેહ મળી આવ્યા હતાં. જ્યારે નેહા દામા નામની કિશોરીનો મૃતદેહ હજુ પણ લાપતા છે. જેને શોધવાની કવાયત ચાલી રહી છે.