જયપુરઃ રાજસ્થાનના કાનોડ પોલીસ સ્ટેશનમાં શનિવારે સવારે એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા આત્મહત્યા કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ પરિવાર જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલો હતો. જેના પર લાંબા સમયથી દેવું હતું. આ પરિવારના ચારેય સભ્યોઓએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
રાજસ્થાનમાં વધુ એક સામૂહિક આત્મહત્યાઃ આર્થિક કટોકટીને લીધે 4 સભ્યોએ ગળે ફાંસો લગાવ્યો - Rajasthan family suicide
રાજસ્થાનના કાનોડમાં એક સોની પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલા પરિવારના ચાર સભ્યોએ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
પરિવાર ઝવેરાતના વ્યવસાય સાથે જોડાયેલો હતો. લાંબા સમયથી નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો. લાંબા સમયથી તે દેવુ ભરી રહ્યાં હતા. તેમની પાસે જ્વેલરીની બે દુકાનો હતી. આ ધંધામાં તે ઘણાં સમયથી ખોટનો સામનો કરી રહ્યાં હતાં. આખરે તેમણે તેમની બંને દુકાનો વેચવાનો નિર્ણય કર્યો હતો. પૈસાની તંગીનો સામનો કરી રહેલા આ પરિવારની આત્મહત્યાથી લોકોમાં ચકચાર મચી છે.
પાડોશીએ જણાવ્યું કે, ગત રોજ રાત્રે તેમના ઘરે એક મહિલા અવી હતી અને પૈસા મામલે હોબાળો કર્યો હતો. જો કે, બાદમાં તે મહિલા તેમના ઘરેથી જતી રહી હતી. રાત્રે સાડા આઠ વાગ્યા સુધી પાડોશીએ આ પરિવારના લોકોને જોયા હતાં, પરંતુ સવારે સાડા આઠ વાગ્યા સુધી કોઈ ભાળ કે કંઈ પણ હલચલ ન થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર કાનોટના જામડોલી વિસ્તારમાં આ ઘટના ઘટી છે. પાડોશીઓને આ અંગે જાણ થયા બાદ તુરંત તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.