પટણાઃ બિહારના વાલ્મીકિનગર વિધાનસભા ક્ષેત્રમાં નક્સલીઓ અને એસટીએફ અને એસએસબી વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ચાર આતંકીઓ ઠાર માર્યા ગયા છે. જેની પુષ્ટી ખુદ એસએસબી કમાંડેટે કરી છે.
એસએસબીએ ત્રણ એસએલઆર સહિત ચાર હથિયાર જપ્ત કર્યા છે. લૌકરિયા પોલીસ વિસ્તારમાં ચરપનિયા પાસે આ અથડામણ થયુ છે, જેમાં ચાર આતંકીના મોત થયા છે. એસટીએફ(special Task force) અને એસએસબી (Sashastra Seema Bal)અને સ્થાનિય પોલીસે ફરાર થયેલા આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.