- ભોપાલમાં ભેખડ ઘસી પડતા 4 બાળકોના મોત
- ભેખડ ધસી પડવાની ઘટનામાં 2ની હાલત ગંભીર
- મુખ્યપ્રધાને કરી 4 લાખની સહાયની જાહેરાત
મધ્યપ્રદેશઃ ભોપાલના સુખી સેવાનીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જમીનનું ખોદકામ કરવા ગયેલા 6 બાળકો પર ભેખડ ઘસી પડતા આકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 બાળકોના મોત થયા હતા. મુખ્યપ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને પિડિત પરિવારને 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ગામના 7 બાળકો માટી ખોદવા ગયા
સુખી સેવાનીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બરખેડી ગામના સાત બાળકો ગામની નજીક માટી ખોદવા ગયા હતા. જમીન ખોદકામ કરતા સમયે ભેખડ ઘસી પડી હતી. આ ઘટનામાં 6 બાળકો દટાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે ગામલોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ બાળકોને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.