આગ્રાઃ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. સોમવારે 32 નવા કોરોના સંક્રમિત સામે આવવાથી કુલ સંખ્યા 628 થઇ છે. આ ઉપરાંત 15 લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.
આગ્રાઃ એક દિવસમાં નવા 32 કેસ કોરોના પોઝિટિવ, આંકડો પહોંચ્યો 628
તાજનગરી આગ્રામાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. યુપીના કોરોના કેપિટલ આગ્રામાં સોમવારે 32 નવા કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 628 થઇ છે.
તાજનગરીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. સોમવારે રાત્રિના 9 વાગ્યા સુધી 32 નવા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આગ્રા રેડ ઝોનમાં છે. દરરોજ અહીંયા નવા-નવા હોટસ્પોટ બની રહ્યાં છે. જિલ્લામાં હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો પણ વધી રહ્યો છે.
DM પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 628 થઇ છે. જિલ્લામાં 41 હોટસ્પોટ ચિન્હિત કરવામાં આવ્યાં છે, જેને સીલ કરવામાં આવ્યાં છે. જિલ્લાની રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ પણ સીલ કરવામાં આવી છે.