ધૌલપુર: ધૌલપુર જિલ્લામાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સૈપઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 વર્ષીય મહિલા પર 12થી વધુ લોકો દ્વારા ગેંગરેપનો મામલો ગઈકાલે સામે આવ્યો હતો. ત્યારે સોમવારે બીજો એક કેસ સામે આવ્યો છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 વર્ષીય મહિલા પર બંદૂકની અણીએ બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ શરૂ કરી છે.
રાજસ્થાનમાં બંદૂકની અણીએ 30 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ - gang raped case in rajasthan
ધૌલપુર જિલ્લામાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સૈપઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 વર્ષીય મહિલા પર 12થી વધુ લોકો દ્વારા ગેંગરેપનો મામલો ગઈકાલે સામે આવ્યો હતો. ત્યારે સોમવારે બીજો એક કેસ સામે આવ્યો છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 વર્ષીય મહિલા પર બંદૂકની અણીએ બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ શરૂ કરી છે.
પોલીસ સમક્ષ નોંધાયેલા કેસમાં પીડિતાએ જણાવ્યું કે, 25 જુલાઈ 2020ના રોજ તે તેના ઘરેથી મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. આ દરમિયાન, NH123 ઓવર બ્રિજ નજીક, બે યુવકો બાઇક પર આવ્યા હતા. જેમણે બાઇકને તેના આગળ લાવીને રોકી દીધી હતી. બંને આરોપી મહિલાને બંદૂકની અણી પર ઓવર બ્રિજ પાસેના ખાલી પ્લોટમાં લઈ ગયા હતા. જ્યાં દુષ્ક્રમ બાદ મહિલાને દિવાલ પાછળ ફેંકી દીધી હતી.
પીડિતાએ કહ્યું કે, આરોપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પીડિતા ઘરે પહોંચી હતી અને પરિવારને ઘટનાની જાણકારી આપી હતી. પરિવારના સભ્યોએ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.