જમ્મુ કાશ્મીરમાં સેનાએ LOC પાસે 3 આંતકીઓને ઠાર માર્યા - જમ્મુ કાશ્મીર
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં LOC પાસેથી ઘુસી રહેલા 3 આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે ગુરેજ સેક્ટરના બક્તૂર વિસ્તારમાં સેનાની ટૂકડીઓ દ્વારા ઘૂસણખોરી કરનારા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જે દરમિયાન 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હાલ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ પરિસ્થિતીમાં પાકિસ્તાન તરફથી પણ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિકોના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે 12.30 વાગ્યે પાકિસ્તાનની સેનાએ સંધર્ષ વિરોમનો ઉલ્લંધન કરી રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ગોળીબાર શરુ કરી દીધો હતો. જો કે, ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.