નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણોની વધતી સંખ્યા 23 હજારને વટાવી ગઈ છે અને એક જ દિવસમાં દોઢ હજાર કેસનો વધારો થયો છે. આવી સ્થિતિમાં હોસ્પિટલો ઉપર કોરોના દર્દીઓનો ભાર વધવાની સંભાવના છે. આ જોતા દિલ્હી સરકાર કોરોના માટે સતત બેડની વ્યવસ્થા કરી રહી છે.
દિલ્હીમાં કોરોનાની સારવાર માટે 3 વધુ ખાનગી હોસ્પિટલો જોડવામાં આવી, કુલ સંખ્યા 11 થઇ 3 નવી કોરોના હોસ્પિટલો બનાવાઇ…દિલ્હીની વધુ ત્રણ ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર અર્થે જોડવામાં આવી છે. 127 બેડના મૂળચંદ ખૈરાતી હોસ્પિટલ, 139 બેડ સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને 508 બેડ સર ગંગારામ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર થશે. આ ત્રણ હોસ્પિટલોમાં, EWS કેટેગરીના લોકો માટે 14, 15 અને 51 બેડ અનામત રાખવામાં આવ્યા છે, જેઓ આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિના મૂલ્યે મેળવી શકશે.
ચૂકવણી તો કરવી જ જોઇએ..
દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મફત છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં ચૂકવણી કરવી પડશે. આ ત્રણેય હોસ્પિટલોને કોરોના સારવાર સાથે જોડ્યા બાદ હવે દિલ્હીની ખાનગી હોસ્પિટલોની સંખ્યા 11 થઇ ગઇ છે. આ સિવાય હાલમાં કેન્દ્ર સરકારની 4 અને દિલ્હી સરકારની 3 હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.
મામલો કોર્ટ પહોંચ્યો..
આ ઉપરાંત, દિલ્હી સરકારે ભૂતકાળમાં પણ એક આદેશ જાહેર કર્યો હતો કે, દિલ્હીની તમામ 117 પ્રઇવેટ હોસ્પિટલો અથવા નર્સિંગ હોમ્સે 50 અથવા વધુ બેડ રિઝર્વ કરવામાં આવશે. જેમની પાસે 50થી વધુ બેડની વ્યવસ્થા છે. હાલમાં આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આમાંની ઘણી હોસ્પિટલો કોરોના હોસ્પિટલો માટે નક્કી કરેલા ધોરણોને પૂર્ણ કરતી નથી. કોર્ટે આ મામલે દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો છે.