તિરુવનંતપુરમઃ કેરળ સોના તકસ્કરી કેસમાં વધુ 3 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં મુક્તુપુઝાથી જલાલ, મુલપ્પુરમથી મોહમ્મદ શફી અને કોન્ડોટીથી હમજાદ અલી સામેલ હતા. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ મામલે સીમા શુલ્ક અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે વેપારીઓને સોનાની ડિલવરી કરી હતી.
નોંધનીય છે કે, ગતરોજ કેરળમાં સોનાની તસ્કરીના મામલામાં તપાસ કરવા માટે આયકર વિભાગના અધિકારી કોચ્ચિના NIA કાર્યાલયમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીર નાયર સાથે પૂછતાછ કરી હતી.
પૂછપરછ કર્યા બાદ NIAએ આરોપીએ ફાઝિલ ફરીદને બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યુ હતું. સાથે જ NIAએ અદાલતને જણાવ્યું હતું કે, આ વોરંટ ઈન્ટરપોલને સોંપી હતું. કારણ કે, ફાઝિલ હજુ પણ દુબઈમાં છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાન સચિવ એમ. રવિશંકર પોતાનું નિવેદન નોંધાવવામાં માટે સીમા શુલ્ક કાર્યાલયમાં હાજર રહ્યાં હતા. સીમા શુલ્કએ પહેલા શિવશંકરને નોટિસ આપી હતી કે, તેમણે પોતાનું નિવેદન નોંધાવવા માટે કાર્યાલયમાં હાજર રહેવું પડશે.
નોંધનીય છે કે, કેરળ સોના તસ્કરીના મામલામાં NIAએ ગેરકાયદેસર પ્રવૃત્તિ અધિનિયમ,1967 હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલામાં સ્વપ્ના પ્રભા સુરેશ, ફાઝિલ ફરીદ, સંદીપ નાયર અને પીએસ આરોપી છે.
અધિકારીઓ જપ્ત કર્યુ સોનુ
કેરળના તિરુવનંતપુરમના એરપોર્ટથી જોડાયેલા કસ્ટમ વિભાગે મોટા પ્રમાણમાં સોનુ જપ્ત કર્યુ હતું. જે માલવાહક વિમાનમાં લવાયું હતું અને અહીં એક ગોડાઉનમાં છુપાવવામાં આવ્યું હતું.
એર કસ્ટમ અધિકારીઓ શંકા જતાં તેમણે દુબઈથી આવેલા સામાનની તપાસ કરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, UAE (સંયુક્ત અરબ અમીરાત)ના વાણિજ્ય દૂતાવાસના નામે લાવવામાં આવ્યું હતું. જે કાર્યાલય રાજધાનીના મધ્યમાં સ્થિત છે.