દિલ્હીઃ એરપોર્ટ એ કૃષિ ઉડાન અભિયાન અંતર્ગત દેશમાંથી શાકભાજી અને ફળોના નિકાસ માટેની તમામ સુવિધાઓ શરૂ કરી દીધી છે. આને કારણે આજે લગભગ 3 મેટ્રિક ટન કેરીને દુબઇ મોકલવામા આવી હતી.
આ અભિયાનનો ઉદ્દેશ ખેતી અને ખેડુતોની આવક વધારવાનો છે ..
ભારત સરકારે શરૂ કરેલી કૃષિ ઉડાન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભારતના ફળ અને શાકભાજીની વિદેશમાં નિકાસ કરીને ભારતીય કૃષિને પ્રોત્સાહન આપવાનો છે અને ભારતીય ખેડૂતોની આવક વધારવાનો છે.
ફળો અને શાકભાજી માટે બનાવ્યુ સ્ટોરેજ…
દેશનું પ્રથમ ક્રમનું એરપોર્ટ હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પર ફળો અને શાકભાજીને તાજી રાખવા 1.5-2 મેટ્રિક ટનની ક્ષમતાવાળા-20 થી+25° સે તાપમાનનો સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યું છે.