તાજેતરમાં ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓની બદલી થઈ છે, જેમાંથી બે અધિકારીઓ પૈકી અતાનુ ચક્રવર્તી અને ગુરુપ્રસાદ મોહપાત્રા કેન્દ્ર સરકારમાં પદાધીન છે, જ્યારે પી.ડી. વાઘેલાને ગુજરાતથી કેન્દ્ર સરકારમાં શિફ્ટ કરાયા છે. પી.ડી. વાઘેલા, જેઓ ગુજરાત કેડરની 1986ની બેચના આઈએએસ અધિકારી છે. ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલા હવે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સંભાળશે. આમ, પી.ડી. વાઘેલાને નવી જવાબદારી સોંપાઈ છે. પી.ડી.વાઘેલા ટ્રાઇના અધ્યક્ષ બન્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટેનો રહેશે.
ગુજરાત કેડરના 3 IAS કેન્દ્રમાં પદાધીન
By
Published : Oct 5, 2020, 2:01 PM IST
ન્યૂઝ ડેસ્કઃ તાજેતરમાં ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓની બદલી થઈ છે, જેમાંથી બે અધિકારીઓ પૈકી અતાનુ ચક્રવર્તી અને ગુરુપ્રસાદ મોહપાત્રા કેન્દ્ર સરકારમાં પદાધીન છે, જ્યારે પી.ડી. વાઘેલાને ગુજરાતથી કેન્દ્ર સરકારમાં શિફ્ટ કરાયા છે. પી.ડી. વાઘેલા, જેઓ ગુજરાત કેડરની 1986ની બેચના આઈએએસ અધિકારી છે. ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલા હવે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સંભાળશે. આમ, પી.ડી. વાઘેલાને નવી જવાબદારી સોંપાઈ છે. પી.ડી.વાઘેલા ટ્રાઇના અધ્યક્ષ બન્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટેનો રહેશે.
નોંધનીય છે કે, આ પહેલા પી. ડી. વાઘેલા કેન્દ્રીય કેમિકલ્સ અને ર્ફિટલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યૂટિકલ્સ વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત થયા હતાં. વાઘેલા ગુજરાત રાજ્યના વેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મૂળ વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના વતની IAS અધિકારી પી.ડી. વાઘેલાને સમગ્ર દેશમાં જીએસટી જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરીને લઇ PM નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. વાઘેલા ગુજરાતમાં વિરમગામના ઉખલોડ ગામના વતની છે.
આ સિવાય ગુજરાત કેડરની 1996ની બેચના વધુ એક આઈએએસ મોના ખંધારની ટોક્યોના ભારતીય દૂતાવાસમાં આર્થિક અને વાણિજ્ય વિભાગના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત કેડરના 1985ની બેચના આઈએએસ અતાનુ ચક્રવર્તી, જેઓ નાણાં મંત્રાલયમાં રોકાણ અને જાહેર અસ્ક્યામત વ્યવસ્થાપન વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને રાજસ્થાન કેડરના 1983ની બેચના સુભાષ ચંદ્ર ગર્ગના સ્થાને તબદીલ કરવામાં આવ્યાં છે.
શિમલાની 1982ની બેચના આઈએએસ રમેશ અભિષેકની વય-નિવૃત્તિને પગલે ગુજરાતની 1986ની બેચના આઈએએસ ગુરુપ્રસાદ મોહપાત્રા, જેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન પદે ફરજ નિભાવતા હતા, તેમની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઉદ્યોગને પ્રોત્સાહન અને આંતરિક વેપારના વિભાગના સચિવ પદે બદલી કરવામાં આવી છે.