ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીને કોરોના પોઝિટિવ - latestgujaratinews

દિલ્હીમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

etv bharat
etv bharat

By

Published : Jun 9, 2020, 8:49 AM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આઈટીઓ સ્થિત હેડ ક્વાર્ટરમાં કાર્યરત 3 કર્માચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીઓને છેલ્લા કેટલાક દિવસોથી તાવની બિમારીથી પીડાતા હતા. કોરોના ટેસ્ટ કરાવવામાં આવમાં આવતા કોરોના રિપોર્ટમાં 3 કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારબાદ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એસોસિએશનથી મળેલી જાણકારી અનુસાર 3 કર્મચારીઓમાંથી એકની હાલત ગંભીર છે. જેમને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનમાં આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 3 કર્મચારીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details