મુંબઈ પોલીસના પ્રવકતા DCP મંજૂનાથ શિંદેએ કહ્યું કે, હેમા આહુજા, અંકિતા ખંડેલવાલ અને ભક્તિ મહેરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડૉકટરો પર વિદ્યાર્થી તડવીની રેગિંગ, જાતિવાદી ટિપ્પણી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. આ અને રેગિંગના કારણે જ તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ છે. તડવીએ 22મે ના રોજ હોસ્ટેલના રુમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ડૉ. પાયલ તડવી આત્મહત્યા મામલે 3 આરોપીની કરાઇ ધરપકડ - accused
મુંબઈ: મેડિકલ વિદ્યાર્થી પાયલ તડવીની આત્મહત્યાને લઈ 3 મહિલા આરોપી ડૉકટરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
ડૉ પાયલ આત્મહત્યા મામલે 3 આરોપીની ધરપકડ
પાયલ તડવીના પરિવારનો આરોપ છે કે, ત્રણેય મહિલા ડૉકટર આરોપીએ તેમની પુત્રીને માનસિક ત્રાસ આપવાની સાથે જાતીગત ટિપ્પણી કરતા તેણે આત્મહત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.