ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકા હુમલોઃ મૃત્યુંઆંક વધીને 290એ પહોંચ્યો, 4 ભારતીયોના મોત તો 7 લાપતા

કોલબો: શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના ઘણા ભાગોમાં એક પછી એક એમ 8 બોમ્બ વિસ્ફોટ થયા છે. મળતી વિગતો પ્રમાણે ખ્રિસ્તીના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે આંતકીઓએ ચર્ચને નિશાન બનાવી આ હુમલો કર્યો હતો. આ બ્લાસ્ટમાં 35 વિદેશીઓ સહિત મૃતકોની સંખ્યાનો આંકડો વધીને હવે 290એ પહોંચ્યો છે. જેમાં 4 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

By

Published : Apr 22, 2019, 10:43 AM IST

શ્રીલંકા હુમલોઃ મૃતઆંક વધીને 290એ પહોંચ્યો

શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 290 લોકોનાં મોત થયા છે જેમા 4 ભારતીયો પણ સામેલ છે. તેમજ આ હુમલામાં 500 લોકો ઘાયલ થયા છે.

શ્રીલંકા હુમલોઃ મૃતઆંક વધીને 290એ પહોંચ્યો

આ ઉપરાંત મળતી માહિતી મુજબ કર્ણાટકના 7 લોકો આ હુમલામાં ગુમ થયા હોવાનું સામે આવ્યુ છે. 2009માં શ્રીલંકામાં તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE)નો ખાતમો થઈ ગયો હતો, જે બાદનો આ સૌથી મોટો હુમલો છે.

ABOUT THE AUTHOR

...view details