અમરાવતી: આંધપ્રદેશના કુરનૂલ જિલ્લાના શ્રીસૈલમ મલ્લિકાર્જુન મંદિરના કૌભાંડમાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ અંદાજે 2.5 કરોડથી વધુનું હોવાનું સામે આવ્યું છે.
આ કૌભાંડ 24 મેના રોજ સામે આવ્યું હતું, જ્યારે મંદિરના અધિકારીઓએ મંદિરના નાણાકીય મુદ્દાઓની આંતરિક તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 23 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તે લોકોએ સોફટવેરનો દુરઉપયોગ કરીને પોતાના ખાતામાં પૈસા જમા કરી લીધા હતાં.
એવું માનવામાં આવી રહ્યું છે કે, જુદી-જુદી બેંકોમાં કામ કરતા આ આરોપીએ વર્ષ 2016 થી 2019 સુધી મંદિરના દર્શન અને અન્ય સેવાઓ માટે ટિકિટના વેચાણના માધ્યમથી છેતરપિંડી અને અન્ય સેવાઓમાં સામેલ હતા.
આ અંગે મંદિર અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કર્મચારીઓએ ટિકિટ બુકિંગ સોફ્ટવેરને બદલી નાખ્યો હતો અને 2016-2019 ની વચ્ચે ત્રણ વર્ષના ગાળામાં 1.4 કરોડની ઠગાઈ કરી હતી. ત્યારબાદ મંદિરના કાર્યકારી અધિકારી કે.એસ રામા રાવે આ બાબતને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.