ગુવાહાટી: આસામમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં 24 કલાકમાં રાજ્યના બરાક ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનથી 20 લોકોનાં મોત નીપજ્યાં છે.
આસામમાં ભૂસ્ખલન: 24 કલાકમાં 20 લોકોના મોત - આસામમાં ભૂસ્ખલન
આસામમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટના બની છે. છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલનને કારણે 20 લોકોનાં મોત નીપજ્યાં છે.
આસામમાં ભૂસ્ખલન
આસામના વિવિધ જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટના બની છે. આ દરમિયાન કૈચર જિલ્લામાં 7, કરીમગંજ જિલ્લામાં 6 અને હૈલાકાંડી જિલ્લામાં 7 લોકોનાં મોત થયા છે.