મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમા ક્ષેત્રના સાઉંડ બેરિયરને પણ તોડવાની કોશિશ કરી, 26 ફેબ્રુઆરીના દિવસે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન હાલમાં ડરી ગયુ છે, સીમા પર પણ સતત ગોળીબાર ચાલુ છે.
પાકિસ્તાનના બે ફાઈટર પ્લેન પુંછ સીમા પર જોવા મળ્યા, સરહદ પર એલર્ટ - LOC
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની ફરી એક વાર નાપાક હરકત સામે આવી છે. મળતી માહિતી મુજબ પુંછ સેક્ટરમાં LOC પાસે પાકિસ્તાનના બે લડાકુ વિમાન જોવા મળ્યા છે. આ ઘટના મંગળવારે રાતની છે. જોકે IAS દ્વારા પાકિસ્તાનની આ હરકતને જોરદાર જવાબ આપવામાં આવ્યો છે.
file image
મંગળવારે રાત્રે પણ પાકિસ્તાને લડાકુ વિમાનને ભારતીય સીમામાં મોકલવાની કોશિશ કરી હતી.