ઇલુરુ (આંધ્રપ્રદેશ): આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એલુરુ શહેરમાં શનિવારે બે કોરોના વાઈરસના પોઝિટિવ કેદીઓ ભાગી ગયા છે.
પોલીસે જણાવ્યું કે, કોરોના વાઈરસના પોઝિટિવ કેદીનું નામ જંગલારેડિગુડેમ અને ભીમવરામ છે, તેઓ શનિવારે સવારે આ કેન્દ્રથી ભાગી ગયા હતા.
"21 જુલાઇએ એલુરુ જિલ્લાની જેલમાં ઓછામાં ઓછા 74 કેદીઓની કોવિડ-19 માટે ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાંથી જંગલારેડિગુડેમ અને ભીમવરામ સહિત 13ની કેદીઓ પોઝિટિવ આવ્યા હતા. બાદમાં આ કેદીઓને COVID-19 કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસ ફરાર કેદીઓની શોધ કરી રહી છે. પોલીસે આ કેદીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.