ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિજય દિવસ: શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ - 1971ના યુદ્ધનો વિજય દિવસ

રાજસ્થાન: દેશના યુદ્ધ ઈતિહાસમાં સામેલ ઐતિહાસિક યુદ્ધ જે ભારત પાકિસ્તાનની વચ્ચે 1971માં દેશની પશ્ચિમ સરહદના નિગેહબાન જેસલમેર જિલ્લાના લોન્ગેવાલામાં લડાયેલા યુદ્ધ લોન્ગેવાલાના નામથી જાણીતું છે. બોલિવુડની ફિલ્મ બોર્ડરમાં તેના પર આધારિત છે. 1971માં ભારતે પાકિસ્તાન પર ઐતિહાસિક વિજયના ઉપલક્ષ્યમાં 'વિજય દિવસ' ઉજવવામાં આવે છે. જનરલ ઓફિસર કમાન્ડિંગ રોકેશ કપૂરે લોન્ગેવાલા યુદ્ધ સ્થળ પર શહીદોને પુષ્ષ ચક્ર અપર્ણ કરવામાં આવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ આપી સેનાના જવાનોએ સલામી આપી હતી.

day
વિજય

By

Published : Dec 16, 2019, 12:05 PM IST

વિજય દિવસે યુદ્ધમાં ભાગ લેનાર વીર સેનાના જવાનો યુદ્ધ સ્થળ પર જઇ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રોકેશ કપૂરે કહ્યું કે, ગર્વ છે કે, આ યુદ્ધ લડવાની તક મળી અને દુશ્મનોને લોંગેવાલાના રસ્તે જોધપુર પહોંચવાની યોજનાને નાકામ કરી દીધી હતી.

BSFના ભેરુંસિંહ આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જાણકારી આપતા કહ્યું કે, તનોટ માતાના ચમત્કાર અને 120 જવાનોના જોશે આ યુદ્ધમાં વિજય મળ્યો હતો.

વિજય દિવસ: શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

23 પંજાબના વીર સેનાના જવાન સતનામસિંહે કહ્યું કે, યુદ્ધ દરમિયાન 120 જવાનોની સામે પાકિસ્તાનની પુરી ઈન્ફેન્ટ્રી બ્રિગેડને T-59ની એક રજીમેન્ટની સાથે આ પોસ્ટ પર હુમલો કર્યો હતો. દેશના વીર જવાનો યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details