મુંબઈઃ નવી મુંબઈના બંદરગાહથી 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ વિભાગના જોઈન્ટ ઓપરેશન હેઠળ ઝડપી પાડવામાં આવ્યું છે.
નવી મુંબઈમાં 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 4ની ધરપકડ
નવી મુંબઈના બંદરગાહથી 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ વિભાગના જોઈન્ટ ઓપરેશન હેઠળ ઝડપી પાડવામાં આવ્યું છે.
Drugs
આ ડ્રગ્સને અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, તસ્કરો દ્વારા આ ડ્રગ્સને પ્લસાસ્ટિકના પાઈપમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. તેમજ આ પાઈપને એ રીતે પેઈન્ટ કરવામાં આવ્યા હતા કે તે વાંસ જેવા લાગે. તસ્કરોએ તેને આયુર્વેદિક દવા ગણાવી હતી. આ મામલે ચાર લોકોની ધરપકડ કરી કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.