લખનઉઃ કારોના સંક્રમણ ફેલાવાના આરોપ હેઠળ અસ્થાઈ જેલમાં રખાયેલા 23 વિદેશી કોરોના ચેપગ્રસ્ત જમાતીને અસ્થાયી જેલમાંથી જિલ્લા જેલમાં ખસેડાયા છે. જિલ્લા જેલમાં સ્થાળાંતરિત થતાં પહેલા તમામ વિદેશી જમાતીયોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઉત્તર પ્રદેશ: 19 પુરુષ અને 4 મહિલા વિદેશી જમાતનીઓને લખનઉ જિલ્લા જેલમાં ખસેડાયા - latest news of lockdown
કારોના સંક્રમણ ફેલાવાના આરોપ હેઠળ અસ્થાઈ જેલમાં રખાયેલા 23 વિદેશી કોરોના ચેપગ્રસ્ત જમાતીઓને અસ્થાયી જેલમાંથી જિલ્લા જેલમાં ખસેડાયા છે.
જેલ લઈ જતાં પહેલા તમામની તપાસ કરવામાં આવી છે.જેલમાં તમામ પુરૂષ જમાતીયોને અલગતા કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. મહિલા જમાતીઓને અલગ બેરેકમાં રાખવામાં આવી છે.
કોરોના વાઈરસ ફેલાવવાના આરોપ હેઠળ વિદેશી જમાતીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તે 1 મહિનાથી વધુ સમય રોકાયા હતો. હવે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓને જિલ્લા જેલમાં ખસેડાયા છે.
નિઝામુદ્દીન મરકઝમાં સમાવિષ્ટ આ વિદેશી જમાતી કોરોના પોઝિટિવ હતા. જેથી તેમની વિરુદ્ધ પોતાની બીમારીને છુપાવવા અને રોગ ફેલાવવાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.