18 વર્ષ પહેલા આજના દિવસે સંસદ પર આતંકિઓએ હુમલો કર્યો હતો. એ તારીખ 13 ડિસેમ્બર 2001ના રોજ 5 હથિયારધારી આતંકીઓએ સંસદ ભવન પર બોમ્બ અને ગોળીઓ સાથે હુમલો કર્યો હતો. જેમાં 14 લોકોના મૃત્યુ થયું હતા. જેમાં 5 આતંકી, 8 સુરક્ષા કર્મચારી અને 1 માળી આ હુમલામાં શહીદ થયા હતાં. આ હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી અપાઇ હતી, ત્યારબાદ તેના મૃતદેહને તિહાડ જેલમાં જ દફનાવાયો હતો.
સંસદ પર હુમલાના 18 વર્ષ, વડાપ્રધાન મોદી સહિત ટોંચના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ - લશ્કરે તોયબા
ન્યૂઝ ડેસ્ક: લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. જેમાં તેની પાસે સંસદ ભવનને ઉડાવી શકે તેવા વિસ્ફટકો મળી આવ્યા હતાં.
વડાપ્રધાન મોદી સહીત ટોંચના નેતાઓએ પાઠવી શુભેચ્છા
લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ આ હુમલો કર્યો હતો. જેમાં તેની પાસેથી સંસદને ઉડાવી દે તેવા વિસ્ફોટકો પણ મળી આવ્યા હતાં. આ હુમલામાં મૃત્યુ પામેલા સૈનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહપ્રધાન અમિત શાહે સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.