ગુજરાત

gujarat

By

Published : Dec 5, 2019, 10:28 AM IST

Updated : Dec 5, 2019, 10:44 AM IST

ETV Bharat / bharat

નાઇજીરિયાઇ કિનારાની પાસે જહાજમાં સવાર 19 લોકોનું અપહરણ, 18 ભારતીય

નવી દિલ્હીઃ નાઇજીરિયાઇ કિનારા પાસે સમુદ્રી લૂંટારુઓએ હોંગકોંગના ધ્વજવાળા જહાજમાં સવાર 19 લોકોનું અપહરણ કર્યું છે. સમુદ્રી ઘટનાઓ પર નજર રાખનારી એક વૈશ્વિક એજન્સીએ આ ઘટનાની જાણકારી આપી છે.

kidnappe
નાઇજીરિયાઇમાં જહાજમાં સવાર 19 લોકનું અપહરણ

પશ્ચિમ આફ્રિકામાં 19 જહાજ સવારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, તેમાં 18 ભારતીય છે અને એક જહાજ સવાર તુર્કીનો છે.

જાણો શું છે આ સમગ્ર ઘટના...

અધિકારિક સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીયોના અપહરણની જાણકારી બાદ નાઇજીરિયાઇ સ્થિત ભારતીય મિશને ઘટના સંબંધિત જાણકારી મેળવવા માટે અને અપહરણ થયેલા ભારતીયોને બચાવવા માટે આફ્રીકી રાષ્ટ્રોના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે.

જહાજોની ગતિવિધિને ટ્રેક કરનારા 'એઆરએક્સ મેરીટાઇમ'એ પોતાની વેબસાઇટ પર કહ્યું કે, જહાજ મંગળવારે સમુદ્રી ડાકુઓએ પોતાના કબજામાં લીધું હતું અને જહાજમાં સવાર 19 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 18 લોકો ભારતીય છે.

3 ડિસેમ્બરની સાંજે નાઇજીરિયાઇ કિનારા પાસેથી નિકળતા સમયે હોંગકોંગના ઝંડાવાળા 'વીએલસી, એનઇવીઇ કાન્સટલેશન' પર સમુદ્રી લૂંટારુઓએ હુમલો કર્યો હતો.

Last Updated : Dec 5, 2019, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details