કોલકાતા: કોલકાતાના બાગબજારની ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 16 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માહિતી સ્વાસ્થ્ય વિભાગે આપી હતી.
કોલકાતાની ઝૂંપડપટ્ટીના 16 લોકો કોરોના સંક્રમિત - esidents of slum in Kolkata
સ્વાસ્થ્ય વિભાગની જાણકારી અનુસાર કોલકતાના બાગબજારની ઝૂંપડપટ્ટીમાં રહેનાર અંદાજે 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
etv bharat
કોરોના વાઈરસના દર્દીઓના સંપર્કમાં આવેલા પડોશી જિલ્લાના સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. બાગબજાર મહિલા કૉલેજની પાસે ઝૂંપડપટ્ટીમાં અંદાજે 1 હજાર લોકો રહે છે. તેમજ અંદાજે 45 લોકોનો છેલ્લા એક મહિનાથી તાવથી પીડાઈ રહ્યા છે. 6 જૂનના રોજ તપાસ માટે મોકલવામાં આવેલા રિપોર્ટમાં 16 લોકો કોરોના સંક્રમણથી પીડિત છે.
રાજ્ય સ્વાસ્થ્ય નારાયણ સ્વરુપ નિગમે કહ્યું કે, આ વિસ્તારને કોરોના મુક્ત કરવાના પગલા લેવામાં આવી રહ્યા છે.