નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના નવા 1573 કેસ નોંધાયા હતા. જો કે, 2276 લોકો સ્વસ્થ્ય થતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે 37 લોકોના મોત નીપજ્યા છે.
દિલ્હીમાં કોરોનાના 1573 નવા કેસ નોંધાયા, કુલ સક્રિય કેસ 19,155 - દિલ્હીમાં કોરોના કેસના આંકડા
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા 1,12,494 થઈ છે. જેમાંથી 89,968 લોકો સાજા થયા છે.
દિલ્હીમાં કોરોનાના 1573 નવા કેસ નોંધાયા
કોરોનાના નવા કેસ નોંધાયા બાદ દિલ્હીમાં કોરોના કેસની સંખ્યા વધીને 1,12,494 થઈ ગઈ છે. જો કે, 89,968 લોકો સાજા થયા છે, જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 3371 લોકોના મોત નીપજ્યા છે. હાલમાં રાજધાની દિલ્હીમાં કોરોનાના 19,115 સક્રિય કેસ છે.