હિમાચલ પ્રદેશ: બિલાસપુરમાં એક સેક્ટરમાં રહેતા એક કળીયુગી પિતાએ પોતાની 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આઇપીસીની ધારા 376 પોક્સો એક્ટ મુજબ, ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટે 29 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે. બિલાસપુર શહેરના એક સેક્ટરમાં ઘણા વર્ષોથી રહેતા એક પરિવારમાં એક પિતાએ પોતાની 13 વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી છે.
હિમાચલમાં 13 વર્ષની બાળકી પર કળિયુગી પિતાએ આચર્યું દુષ્કર્મ - બિલાસપુર પોલીસ
બિલાસપુરમાં સેક્ટરમાં રહેતા પરિવારના એક પિતાએ પોતાની 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બિલાસપુરમાં 13 વર્ષની બાળકી પર તેના પિતાએ દુષ્કર્મ આચર્યું
આ પીડિતાએ પોતાની આપવીતી અન્ય લોકોને જણાવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને 29 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બિલાસપુરના એસપી દિવાકર શર્માએ આ મામલે તપાસ કરીને જણાવ્યું કે, પીડિતાના ફરિયાદના આધારે આરોપીની ધરકડ કરવામાં આવી છે.