સુડાનમાં સેનાની કાર્યવાહીથી 100થી વધુ લોકોનાં મોત - protester
ન્યુઝ ડેસ્કઃ સુડાનમાં સ્થિતી વધુ વણસી છે. સેનાએ પ્રદર્શનકારીઓ સામે હિંસક વલણ અપનાવ્યુ છે. સેનાએ સુડાનમાં 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
સુડાનમાં પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચેની અથડામણ હિંસક બની રહી છે. તેને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ પોતાના કર્મચારીઓને ખાર્તૂમથી ખસેડી લીધા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખી બ્રિટન તેમના નાગરીકોને ખાર્તૂમનો પ્રવાસ ન કરવા માટે ચેતવ્યા છે. તેમજ કર્મચારીઓને દૂતાવાસમાં પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. સુડાનમાં લોકતંત્રના સમર્થક પ્રદર્શનકારી અને સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 101 લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો પ્રદર્શનકારીઓ માટે સેવા આપતા તબીબોએ આપ્યો છે. 40 મૃતદેહો નીલ નદીમાંથી મળી આવ્યા છે.