- દેશમાં 'ભારત ગૌરવ' ટ્રેનો ચલાવવામાં આવશે
- ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ
- 180થી વધારે ટ્રેનોની ફાળવણી કરવામાં આવી
નવી દિલ્હી: ટૂરિઝ્મ (Tourism)ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnaw) મંગળવારના એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દેશમાં 'ભારત ગૌરવ ટ્રેનો' (bharat gaurav trains) ચલાવવામાં આવશે. આનું સંચાલન પ્રાઇવેટ અને IRCTC બંને દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પર્યટનને વધારવા માટે ભારતીય રેલવે સતત મહત્વના પગલાં ઉઠાવી રહી છે.
આજથી એપ્લિકેશન લેવાનું શરૂ
રલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે, 'અમે ભારત ગૌરવ ટ્રેનો માટે 180થી વધારે ટ્રેનોની ફાળવણી કરી છે અને 3033 કોચોની ઓળખ કરવામાં આવી છે. અમે આજથી એપ્લિકેશન લેવાનું શરૂ કરીશું. અમને સારો પ્રતિભાવ મળ્યો છે. શેર હોલ્ડર્સ ટ્રેનોને ચલાવશે અને રેલવે દેખરેખ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓમાં મદદ કરશે.' તેમણે આગળ કહ્યું કે, 'આ સંપૂર્ણ રીતે નવું સેગમેન્ટ છે. આ કોઈ રેગ્યુલર ટ્રેન સર્વિસ નથી. ભારત ગૌરવ ટ્રેનોનો મુખ્ય ઉદ્દેશ ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવાનો છે અને આના બીજા અનેક પાસા છે.'