- ભારત બાયોટેકે બનાવેલી કોરોનાની રસી કોવેક્સિનનું (Bharat Biotechની Covaxin) ત્રીજું ટ્રાયલ પૂર્ણ
- કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) સામે કોવેક્સિન (Covaxin) 77.8 ટકા અસરકારક
- કોવેક્સિનના (Covaxin)ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલના (Third Clinical Trial) આંકડા સામે આવ્યા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને હરાવવા માટે દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન (Corona Vaccination Campign) પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ભારતે રસીના 100 કરોડ ડોઝ આપીને એક સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે કોરોનાને હરાવવા અનેક રસી પણ ઉપલબ્ધ છે. આ તમામની વચ્ચે ભારતીય રસી ભારત બાયોટેકની કોરોનાની રસી (Bharat Biotechની Covaxin) કોવેક્સિનના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલના (Vaccine's Third trial) આંકડા સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) સામે કોવેક્સિન (Covaxin) 77.8 ટકા અસરકારક છે. ધ લેસેન્ટ જર્નલના મતે, કોવેક્સિન વાઈરસને વધુ ઝડપથી સંક્રમણ ફેલાવનારા ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) સામે 77.8 ટકા અસરકારક છે. દેશ અને વિશ્વમાં કોરોનાનું ડેલ્ટા સ્વરૂપ (Delta Varient) હજી પણ ચિંતાનો વિષય છે. ભારતમાં કોરોનાની બીજી લહેર (Corona's Second Wave) પાછળ પણ ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) છે. એવું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-Zycov-D રસીની પ્રતિ ડોઝ કિંમત 265 રૂપિયા નક્કી કરાઈ, ટૂંક સમયમાં અંતિમ નિર્ણય
કોવેક્સિન કોરોનાની ગંભીર બીમારીથી બચાવવામાં 93.4 ટકા અસકારક