ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત બાયોટેકે 1 મેથી કોવેક્સિનનો સીધો સપ્લાય શરૂ કરી દીધો - કોરોના અપડેટ

હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, કંપનીએ 1 મેથી દેશના 14 રાજ્યોમાં કોરોના રસીનો સીધો સપ્લાય શરૂ કરી દીધો છે.

કોવેક્સિન
કોવેક્સિન

By

Published : May 10, 2021, 2:52 PM IST

  • કોવોક્સિન'નો સીધો સપ્લાય 1 મેથી શરૂ કરી દીધો
  • કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની રસીની સપ્લાય શરૂ કરી દીધી
  • સ્ટોકની ઉપલબ્ધતાના આધારે વિતરણ થશે

નવી દિલ્હી : ભારત બાયોટેકના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાના જણાવ્યા અનુસાર, કંપનીએ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના 14 રાજ્યોમાં કોવિડ -19 રસી 'કોવોક્સિન'નો સીધો સપ્લાય 1 મેથી શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો : તાપીના ઝાંખરી ગામમાં લોકો કોરોના ટેસ્ટ અને વેક્સિનેશનથી દૂર ભાગે

રાજ્ય સરકારોને સીધી જ કોવેક્સિનની સપ્લાયની પુષ્ટિ કરી

હૈદરાબાદ સ્થિત કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ફાળવણી મુજબ કોરોનાની રસીની સપ્લાય શરૂ કરી દીધી છે. ઇલાએ ટ્વીટ કર્યું કે, 'ભારત બાયોટેકે 1 મે 2021થી ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફાળવણીના આધારે આ રાજ્ય સરકારોને સીધી જ કોવેક્સિનની સપ્લાયની પુષ્ટિ કરી છે. અન્ય રાજ્યોમાંથી વિનંતીઓ પણ મળી છે અને અમે સ્ટોકની ઉપલબ્ધતાના આધારે વિતરણ કરીશું.

આ પણ વાંચો : WHOએ ચીને બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી

કંપનીએ રસીની સપ્લાય શરૂ કરી દીધી

કંપની હાલમાં આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને રસીની સપ્લાય કરે છે.

ABOUT THE AUTHOR

...view details