બેતુલ:મધ્ય પ્રદેશના જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બે ગ્રામજનોએ યુવતીઓની સામે અશ્લીલ હરકતો કરવા બદલ એક આધેડને જીવતો (Betul man set on fire by villagers) સળગાવી દીધો. આ ઘટના મધ્ય પ્રદેશના (Man Set on fire in MP) બેતુલ જિલ્લાના બિજાદેહી પોલીસ સ્ટેશન વિસ્તારના કાજલી ગામની છે. પોલીસે આ મામલે બન્ને ગ્રામજનોની ધરપકડ (Madhya Pradesh Police) કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે.
આ પણ વાંચો: CISFના કર્મચારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ
પેટ્રોલ રેડીને બાળી દીધો:આ કેસમાં આધેડવયનો એક વ્યક્તિ યુવતીઓની સામે નગ્ન થઈને અશ્લીલ ચેનચાળા કરતો હતો. એ પછી શનિવારે ગામના લોકોએ ભેગા થઈને એનું પેન્ટ ઊતારી, એના પ્રાયવેટ પાર્ટમાં પેટ્રોલ નાંખીને એને બાળી દીધો હતો. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. બાદમાં ચિચોલીના આરોગ્ય કેન્દ્રમાં એને સારવાર હેતું ખસેડાયો હતો. જ્યાં એની સ્થિતિ ગંભીર હતી.
આ પણ વાંચો: 9 વર્ષ પછી મળી ગુમ થયેલી બાળકી, પોલીસ માટે પણ ઓળખવી મુશ્કેલ
અનેક વખત સમજાવ્યો:પોલીસ અધિક્ષક સિમલા પ્રસાદે માહિતી આપતાં કહ્યું કે "આ કેસમાં એક આધેડ યુવતીઓની સામે નગ્ન થઈને અશ્લીલ હરકત કરતો હતો. એની આવી પ્રવૃતિથી ગામના લોકો એનાથી ગુસ્સે ભરાયા હતા. અનેક વખત એને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ કોઈ ફાયદો થયો નહીં. SPએ માહિતી આપતાં કહ્યું કે, આ કેસમાં બે આરોપી સુદેશ કાવડે અને કૃષ્ણા ઉઇકેની ધરપકડ કરવામાં આવી છે. જેમના પર IPCની કલમ 294, 324, 506 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પીડિતની હાલત સ્થિર છે.