નવી દિલ્હીતારીખ 9 જાન્યુઆરીએ કર્ણાટકના મહાનગર બેંગલુરુ એરપોર્ટથી ગો-એરની એક ફ્લાઈટ 50 થી (Bengaluru Delhi plane abandons over 50 flyers) વધુ મુસાફરોને લીધા વગર ટેક ઓફ થઈ જતા પ્રવાસીઓ પરેશાન થયા હતા. જેને લઇને એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સુધી આ ઘટનાના મોટા પડઘા પડતા તંત્રએ હવે કંપની પાસે ખુલાસો માગ્યો છે.
આ પણ વાંચો એર ઈન્ડિયા એરબસ, બોઈંગ પાસેથી અબજો રૂપિયાના 500 વિમાન ખરીદે એવા એંધાણ
પૈસા આપી હાથ ઊંચાઃ સિવિલ એવિએશન વિભાગે GoFirst (GoAir)પાસેથી જવાબ મંગાવ્યો છે. આ સમયે 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં શિફ્ટ (air india) કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 2 મુસાફરોએ રિફંડની માંગણી કરી હતી. જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવી હતી. જોકે, કંપનીએ પૈસા આપીને હાથ ઊંચા કરી દીધા છે. આ મામલે ઘણા પ્રવાસીઓ એવું ઈચ્છે છે કે, કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.
કંપની ખુલાસો કરેઃ GoFirst એરલાઇનના અધિકારીઓએ તેમની નિયમનકારી જવાબદારીઓના ભંગ બદલ તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તેનું કારણ દર્શાવવું પડશે. DGCAને પોતાનો જવાબ દાખલ કરવા માટે તેમને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર માફી માગ્યા બાદ કંપનીએ કોઈ પ્રકારની લેખિતમાં જાણકારી કે માફી આપી હોવાનું જાણવા મળ્યું નથી.
સોશિયલ મીડિયા પર માહિતીઆ સમય દરમિયાન મુસાફરોએ ભારે નિરાશા વ્યક્ત કરી છે. પ્રવાસીઓએ કંપનીના નામ અને ફ્લાઈટ નંબર સાથે આ બેદરકારી સોશિયલ મીડિયા શેર કરી દીધી છે. આવું કરીને પ્રવાસીઓએ રોષ ઠાલવ્યો હતો. આ ફ્લાઈટ સોમવારે સાંજે 6.40 કલાકે ત્યાંથી રવાના થઈ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation)એ એરલાઈન પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક ટ્વીટના જવાબમાં એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે.
આ પણ વાંચો સૂર્યકિરણ ટીમના 8 ફાઇટર પ્લેને વડોદરાનું ગગન ગજવ્યું
ફ્લાઇટમાં ટેકનિકલ ખામી અન્ય બીજી પણ આવી જ એક ઘટના બની હતી.જેમાં દિલ્હીથી ભુવનેશ્વર જતી એરલાઇનની ફ્લાઇટ ટેકનિકલ ખામી બાદ ફરી દિલ્હી પરત ફરી હતી. આ વિમાનમાં 140 મુસાફરો હતા. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એરલાઇન વિશે તપાસ કરવામાં આવશે. આવા કેસમાં દરેક પ્રવાસીઓ એવું ઈચ્છે છે કે, કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.