ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગલુરુ : બાઈક અને કાર વચ્ચે ઓવરબ્રિજ પર ટક્કર, બાઈક ઓવરબ્રિજની નીચે પડતા બાઈક ચાલકનુ મૃત્યુ - Collision between car and bike

ઈલેક્ટ્રોનિક્સ સિટીમાં કાર અને બાઇક વચ્ચે અથડામણ બાદ ફ્લાયઓવર પરથી નીચે પડતાં બાઇક પર સવાર બે લોકોના મૃત્યુ થયા હતા.

બેંગલુરુ : બાઈક અને કાર વચ્ચે ઓવરબ્રિજ પર ટક્કર, બાઈક ઓવરબ્રિજની નીચે પડતા બાઈક ચાલકનુ મૃત્યુ
બેંગલુરુ : બાઈક અને કાર વચ્ચે ઓવરબ્રિજ પર ટક્કર, બાઈક ઓવરબ્રિજની નીચે પડતા બાઈક ચાલકનુ મૃત્યુ

By

Published : Sep 15, 2021, 8:54 AM IST

Updated : Sep 15, 2021, 9:09 AM IST

બેંગલુરુ: ઇલેક્ટ્રોનિક્સ સિટીમાં કાર અને બાઇક વચ્ચે અથડામણ બાદ બે બાઇક સવારો ફ્લાયઓવર પરથી નીચે પડી જતાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત મંગળવારે રાત્રે 9.15 વાગ્યાની આસપાસ થયો હતો.

ફ્લાયઓવર પર સ્પીડિંગ કાર બાઇક સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર અને યુવતી હવામાં કૂદીને ફ્લાયઓવરથી લગભગ 30 ફૂટ નીચે રસ્તા પર પડી ગયા. જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

કાર હોસુર તરફ જઈ રહી હતી અને બાઇકને ટક્કર માર્યા બાદ તે ફ્લાયઓવરની બાજુની દિવાલમાં ઘુસી ગઈ હતી. જોકે, પોલીસ મૃતકોની ઓળખ કરી શકી નથી. તે જ સમયે, પોલીસને અકસ્માત સર્જનાર કાર ફૂટપાથ પર લટકતી મળી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Last Updated : Sep 15, 2021, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details