ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bearish Stock Market : ચાલુ સપ્તાહમાં ભારતીય શેરબજારનું નબળુ વલણ, BSE Sensex 551 પોઈન્ટનો કડાકો બોલાવી બંધ - એડવાન્સ ડેકલાઈન રેશિયો

આજે ભારતીય શેરબજારની સકારાત્મક શરુઆત બાદ અચાનક જ ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા બાદ અચાનક જ નીચે તરફ ઘટવા લાગ્યા હતા. ત્યારબાદ સતત નબળું વલણ રહેતા કોઈ જ સુધારો નોંધાવ્યા વગર BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 551 અને 140 પોઈન્ટનો કડાકો બોલાવી બંધ થયા હતા.

Bearish Stock Market
Bearish Stock Market

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 4:16 PM IST

મુંબઈ :ચાલુ સપ્તાહની શરુઆતથી જ બજારમાં ભારે એક્શન જોવા મળી હતી. જ્યારે આજે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 551 અને 140 પોઈન્ટ તૂટીને બંધ થયા હતા. જોકે, આજે બંને ઈન્ડેક્સ વધારા સાથે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ બજાર સતત ઘટતું રહ્યું હતું. ત્યારબાદ કોઈપણ પ્રકારની રિકવરી દાખવ્યા વગર નીચા મથાળે લાલ રંગમાં બંધ થયા હતા.

BSE Sensex : આજે 18 ઓક્ટોબર બુધવારના રોજ BSE Sensex ગતરોજના 66,428 બંધની સામે 45 પોઈન્ટના નજીવા વધારા સાથે 66,473 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 66,475 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે તરફ ઘટતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે આશરે 633 પોઈન્ટની ડૂબકી મારીને 65,842 પોઈન્ટ ડાઉન ગયો હતો. એશિયાઈ માર્કેટ ખુલતાની સાથે ભારતીય માર્કેટના સેન્ટિમેન્ટને નેગેટિવ અસર થઈ હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 551 પોઈન્ટ તૂટીને 65,877 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.83 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 140 પોઈન્ટ (0.71 %) ઘટીને 19,671 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 9 પોઈન્ટ વધીને 19,820 ના મથાળે સપાટ ખુલ્યો હતો. શરુઆતમાં NSE Nifty 19,840 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 181 પોઈન્ટની ડૂબકી મારીને 19,659 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ NSE Nifty 79 પોઈન્ટના સુધારા સાથે 19,811 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા મોટર્સ (1.97 %), સન ફાર્મા (1.47 %), મારુતિ સુઝુકી (0.36 %) અને એમ એન્ડ એમનો (0.27 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાઇનાન્સ (-2.72 %), બજાજ ફિનસર્વ (-2.02 %), એનટીપીસી (-1.63 %), એક્સિસ બેંક (-1.53 %) અને HDFC બેંક (-1.40 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 683 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1413 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટાટા મોટર્સ, HDFC બેંક, રિલાયન્સ અને ઇન્ફોસીસના સ્ટોક રહ્યા હતા.

  1. Layoff in IT Sectors: આ ટોચની કપંનીઓમાં થવાની છે હજારો કર્મચારીઓની છટણી, જાણો કારણ...
  2. Israel Hamas Conflict : FPIsએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં શેરબજારમાંથી 9,800 કરોડ ઉપાડી લીધા

ABOUT THE AUTHOR

...view details