ન્યૂઝ ડેસ્ક :થોડા જ દિવસોમાં એપ્રિલ મહિનો શરૂ થવાનો છે. નવું નાણાકીય વર્ષ પણ 1 એપ્રિલ, 2022થી શરૂ થવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે, એપ્રિલમાં બેન્કોમાં ઘણી રજાઓ છે. એટલે કે ઘણા દિવસો સુધી બેન્કો બંધ રહેશે. જો તમારી પાસે બેન્કને લગતું કોઈ કામ હોય તો તેને માર્ચમાં જ પતાવી લો અથવા એપ્રિલમાં રજાઓને ધ્યાનમાં રાખીને બેન્કિંગ સંબંધિત કામ કરજો. અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Bank Holidays in April: ઝડપથી બેન્કોનું કામ હોય તો પતાવી લેજો, એપ્રિલમાં આ 15 દિવસ બંધ રહેશે બેન્ક
એપ્રિલમાં ઘણી બધી બેન્ક રજાઓ આવશે. જો તમારે બેન્કને લગતું કોઈ કામ હોય તો માર્ચમાં જ પતાવી લો અથવા એપ્રિલમાં રજાઓને ધ્યાનમાં રાખીને બેન્કિંગ સંબંધિત કામ કરો, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Bank Holidays in April
બેન્ક રજાઓની યાદી જાહેર :ગુડી પડવા, આંબેડકર જયંતિ અને વૈસાખી જેવા તહેવારોને કારણે આવતા મહિને દેશભરમાં બેન્કો 15 દિવસ બંધ રહેશે. RBIએ એપ્રિલ 2022 માટે બેન્ક રજાઓની યાદી જાહેર કરી છે. આ મુજબ એપ્રિલમાં બેન્કો 15 દિવસ માટે બંધ રહેશે.
જાણો ક્યારે રહેશે રજા
- 1 એપ્રિલ, શુક્રવાર: બેન્ક ખાતાઓનું વાર્ષિક બંધ એટલે કે લગભગ તમામ રાજ્યોમાં બેન્કો બંધ રહેશે
- 2 એપ્રિલ, શનિવાર: ગુડી પડવા / ઉગાડી તહેવાર / નવરાત્રીનો પ્રથમ દિવસ / તેલુગુ નવું વર્ષ / સાજીબુ નોંગમ્પામ્બા (ચૈરોબા) - બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે
- 3 એપ્રિલ, રવિવાર: આ દિવસે સાપ્તાહિક રજા છે
- 4 એપ્રિલ, સોમવાર: સરહુલ, રાંચીમાં બેન્કો બંધ રહેશે
- 5 એપ્રિલ, મંગળવાર: બાબુ જગજીવન રામનો જન્મદિવસ, હૈદરાબાદમાં બેન્ક હોલીડે
- 9 એપ્રિલ, શનિવાર: મહિનાનો બીજો શનિવાર
- 10મી એપ્રિલ, રવિવાર: સાપ્તાહિક રજા
- 14 એપ્રિલ, ગુરુવાર :- ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ/મહાવીર જયંતિ/બૈસાખી/તમિલ નવું વર્ષ/ચૈરોબા, બીજુ ઉત્સવ/બોહર બિહુ, શિલોંગ અને શિમલા સિવાય બેન્કો બંધ રહેશે
- 15મી એપ્રિલ, શુક્રવાર: ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ, જયપુર, જમ્મુ અને શ્રીનગર સિવાયના સ્થળોએ બેન્ક રજાઓ
- 16 એપ્રિલ, શનિવાર: બોહાગ બિહુ, ગુવાહાટીમાં બેન્કો બંધ રહેશે
- 17મી એપ્રિલ, રવિવાર: સાપ્તાહિક રજા
- 21 એપ્રિલ, ગુરુવાર: અગરતલાના ગડિયા પૂજામાં બેન્કો બંધ રહેશે
- 23 એપ્રિલ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર
- 24 એપ્રિલ, રવિવાર: સાપ્તાહિક રજા
- 29 એપ્રિલ, શુક્રવાર: શબ-એ-કદર/જુમત-ઉલ-વિદા, જમ્મુ અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે
Last Updated : Mar 26, 2022, 3:07 PM IST