ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રથમ વનડેમાં ભારતે બાંગ્લાદેશને 187 રનનો લક્ષ્યાંક આપ્યો, બાંગ્લાના 28 ઓવરમાં 109/4 - બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય

પ્રથમ વનડેમાં (FIRST ODI MATCH INDIA VS BANGLADESH) બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત 186 રનમાં ઓલ આઉટ થઈ ગયુ હતુ. ભારત તરફથી સૌથી વધુ રન KL રાહુલે 73 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસને 5 વિકેટ ઝડપી હતી.

Etv Bharatઆજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન્ડે, ભારતની 50 રનમાં 3 વિકેટ પડી
Etv Bharatઆજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન્ડે, ભારતની 50 રનમાં 3 વિકેટ પડી

By

Published : Dec 4, 2022, 12:35 PM IST

Updated : Dec 4, 2022, 5:26 PM IST

ઢાકા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 વનડે (FIRST ODI MATCH INDIA VS BANGLADESH) શ્રેણીની પ્રથમ મેચ આજે મીરપુરમાં રમાઈ રહી છે. પ્રથમ વનડેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ બાંગ્લાદેશના સુકાની લિટન દાસે કહ્યું કે, પિચમાં રહેલી ભેજથી તેમને ફાયદો થઈ શકે છે. કારણ કે તે 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિનરો સાથે મેચમાં ઉતરી રહ્યો છે. (Bangladesh wins toss, bats first) ટોસ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેને ખાતરી નથી કે તે ટોસ જીતશે તો શું કરશે. કદાચ તેણે બોલિંગ પણ કરી હશે. વોશિંગ્ટન, શાહબાઝ, ઠાકુર અને ચહર બધા ઈજાઓ બાદ મેચમાં આવી રહ્યા છે. KL રાહુલ આજે વિકેટકીપિંગ કરશે.

ભારતીય ટીમઃરોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન.

બાંગ્લાદેશની ટીમઃલિટન દાસ (કેપ્ટન, વિકેટ-કીપર), અનામુલ હક, નજમુલ હુસૈન, શાંતો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, એબાદોત હુસૈન.

Last Updated : Dec 4, 2022, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details