ભોપાલ: મુસ્લિમ સમાજનો તહેવાર બકરી ઈદ (Bakrid 2022) નજીક છે. આ માટે ત્રણ દિવસ સુધી ચાલનારા બકરાનું બજાર પણ ધમધમી રહ્યું છે. ભોપાલમાં દર વર્ષે બકરી ઈદ પહેલા બકરાની સોદેબાજી (Country most expensive goat sold in Bhopal) થાય છે. જેમાં ઊંચી કિંમત પર બકરાના સોદા થાય છે. આ બકરાઓનો વિશેષ આહાર પણ હોય છે જેના પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કાજુ, બદામ, ઘી, માખણ અને આયુર્વેદિક ઔષધિઓ ખાવાથી મજબૂત બનેલા આ બકરાઓના કદને કારણે તેની કિંમત પણ લાખો રૂપિયામાં મળે છે. આ જ કારણ છે કે ભોપાલના બકરા માર્કેટમાં મુંબઈ, પૂણેના અન્ય શહેરોમાંથી પણ ખરીદ કરનારા અહીં આવે છે. ભોપાલમાં બકરી ઈદ પહેલા એક બકરો 7 લાખ રૂપિયામાં (Bhopal Titan worth 7 lakhs) વેચાયો હતો.
આ પણ વાંચો:Amarnath Cloudburst : અમરનાથમાં ફસાયેલા યાત્રાળુઓનું આવી રીતે કરાયું રેસ્ક્યું
બકરા ઉછેર સંસ્થા:ભોપાલમાં બકરા ઉછેરની સંસ્થા ભોપાલી ગોટ ફાર્મ દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરે છે.આયોજક સંસ્થાનો ઉદ્દેશ્ય આ કાર્યક્રમ દ્વારા લોકોને બકરા-બકરાંના ઉછેર માટે પ્રોત્સાહિત અને સન્માન કરવાનો છે. આ વખતે ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ટાઈટન નામનa બકરો હતો. જેને પૂણેના એક વેપારીએ 7 લાખમાં ખરીદ્યો હતો. 200 કિલો વજન ધરાવતો આ બકરો ટાઇટન કોટા પ્રજાતિની છે. જે સાત લાખ રૂપિયામાં વેચાયો હતો. ઘણા લોકો આ બકરાને બજારમાં લાવવાના મહિનાઓ પહેલા ખરીદે છે. ત્યાર બાદ તેમને ખાસ આહાર, ડ્રાય ફ્રૂટ્સ, ઘી, માખણ, હર્બલ ઉત્પાદનો ખવડાવવામાં આવે છે.