- દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
- બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ શહાબુદ્દીન દિલ્હીની તિહાર જેલમાં આજીવન સજા ભોગવી રહ્યા હતા
- શનિવારે સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
ન્યુ દિલ્હીઃ બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ શહાબુદ્દીનનું કોરોનાના સંક્રમણને કારણે અવસાન થયું છે. તેમણે શનિવારે સવારે 11.30 ક્લાકે દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાના કારણે છેલ્લા 1 અઠવાડિયાથી તેમની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શુક્રવાર સાંજથી તેની હાલત ગંભીર હતી અને શનિવારે સવારે તેમને ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃતમિલ ફિલ્મ નિર્દેશક કે. વી. આનંદનું 54 વર્ષની વયે નિધન
કોરોનાના કારણે દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ શહાબુદ્દીન દિલ્હીની તિહાર જેલમાં આજીવન સજા ભોગવી રહ્યા હતા. 1 અઠવાડિયા પહેલા કોરોના સંક્રમણના કારણે તેમને અહીંની દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત સતત બગડતી હતી અને શનિવારે સવારે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. હાલ પોલીસ દ્વારા હોસ્પિટલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેથી અંતિમ સંસ્કાર કરવા માટે તેમના મૃતદેહ સંબંધીઓને સોંપી શકાય.
આ પણ વાંચોઃવિનસગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગિરીશ પટેલનું કોરોનાથી મોત
7 કેદીઓના અત્યાર સુધી મોત નિપજ્યા છે
તિહાર જેલમાં કોરોનાના સંક્રમણથી અત્યાર સુધીમાં 7 કેદીઓના મોત થયાં છે. આમાંના 5 કેદીઓ છેલ્લા ચાર દિવસમાં મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, ગયા વર્ષે બે કેદીઓના મોત થયાં હતા. આ સિવાય હજી પણ 200થી વધુ કેદીઓ કોરોના સંક્રમિત છે અને તેમની સારવાર જુદી-જુદી હોસ્પિટલ્સમાં ચાલી રહી છે. આ સિવાય 100થી વધુ જેલ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત છે.