ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bageshwar Dham: વિરોધના વંટોળ વચ્ચે ગુજરાતમાં યોજાશે બાગેશ્વર ધામનો 'દિવ્ય દરબાર' - DHIRENDRA SHASTRI GUJARAT VISIT RAJKOT AHMEDABAD

સુપ્રસિદ્ધ અને સતત વિવાદોમાં રહેતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી 7 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન સુરત, અમદાવાદ અને ત્યારબાદ રાજકોટમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ગુજરાત પ્રવાસની જાહેરાત બાદ વિરોધના સુર પણ ઉઠ્યા છે.

BAGESHWAR DHAM PEETHADHISH DHIRENDRA SHASTRI GUJARAT VISIT RAJKOT AHMEDABAD SURAT DIVYA DARBAR ROAD SHOW
BAGESHWAR DHAM PEETHADHISH DHIRENDRA SHASTRI GUJARAT VISIT RAJKOT AHMEDABAD SURAT DIVYA DARBAR ROAD SHOW

By

Published : May 17, 2023, 12:03 PM IST

Updated : May 17, 2023, 7:54 PM IST

અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં ત્રણ શહેરોમાં દિવ્ય દરબારનું આયોજન કરવા જઈ રહ્યા છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં આયોજિત આ દિવ્ય દરબારમાં લાખોની ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબારની ઘોષણા બાદ વિરોધના સુર પણ રેલાયા છે. આ દરમિયાન રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. આવો જાણીએ બાગેશ્વર ધામના ગુજરાત પ્રવાસની સંપૂર્ણ માહિતી....

સુરતમાં દિવ્ય દરબાર:સુરતમાં 26 અને 27 મેએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો 1 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે. તેઓ લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા સ્ટેજ પર પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહી શકે છે.

કેવી રહેશે વ્યવસ્થા?:નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.આસપાસના રાજ્યોમાંથી પણ લોકો બાબાની ઝલક મેળવવા ઉમટી પડે તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે દાવો કર્યો છે કે 2 લાખથી વધુ લોકો કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ ખૂબ મોટો હોવાથી 5 સ્ટેજ, 30થી 40 LED સ્ક્રીન અને 500થી વધુ હેલોજન લગાવાશે. ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવશે અને કોઈ કચાસ ન રહે તે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

સુરતમાં કાર્યક્રમ બંધ રાખવા માંગ: કાર્યક્રમ પહેલા હીરાના કારખાનેદારે વિરોધ નોંધાવ્યો. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધાનો ફેલાવો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આવેદન આપી કાર્યક્રમ બંધ રાખવા માંગ કરશે. 26 અને 27 તારીખે સુરતમાં જનક બાબરીયા અને તેમની ટીમ દિવ્ય દરબારનો વિરોધ કરશે.તની અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા કલેકટર અને પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. સુરતમાં વાઘેશ્વર બાબાનો કાર્યક્રમ ના થાય પરમિશન આપવામાં ન આવે. એવી વાત સામે આવી છે.

અમદાવાદમાં દિવ્ય દરબાર:ઘણા સમયથી બાગેશ્વર ધામ સરકાર તરીકે હંમેશા ચર્ચામાં રહેતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરી ખાતે આવેલ સેક્ટર 6 માં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાધિકા સેવા સમિતિ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

'બાબાએ અંદાજિત એક વર્ષ પહેલા પોતાના એક મંદિરમાં આવ્યા હતા ત્યાં અમે કમિટીના સભ્યો જઈને તેમને મળ્યા હતા. બાગેશ્વર બાબાને પરિવારના સભ્યોને દર્શન આપવા તેમજ નાનકડા મંદિર માતાજીના મંદિરમાં આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આવીને આ મંદિરમાં બે વર્ષ બાદ બે દિવસનો દિવ્ય દરબારનું આયોજન કરવાનું કહ્યું હતું. આજથી અંદાજિત બે મહિના પહેલા ત્રિકમગઢમાં તેમની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 અને 30મે 2023 ના રોજ દિવ્ય દરબારનું આયોજન કરવાનની મજૂરી આપી હતી.'-પુરુષોત્તમ શર્મા, રાધિકા સેવા સમિતિના સભ્ય

કેવી રહેશે વ્યવસ્થા?:દિવ્ય દરબારના 100 મીટરની અંદર જ બાગેશ્વર બાબાની કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે બે મકાન તોડી એક મકાન બનાવવામાં આવ્યું છે. આ મકાનમાં અંદાજિત 15 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદર મૂકવામાં આવેલી તમામ વસ્તુઓ નવી હશે. આ ઉપરાંત તેમણે જમવા માટે પણ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેમના જ રસોઈયા સાથે રાખવામાં આવશે.

બે ફૂટના અંતરે એક બોડીગાર્ડ: રાધિકા સેવા સમિતિના સભ્ય પુરુષોત્તમ શર્માના જણાવ્યા અનુસાર બાગેશ્વર બાબાને કોઈપણ પ્રકારની ઘટનાનો સામનો કરવાનો ન પડે તે માટે તેમના મકાનમાં અંદાજિત બે ફૂટ અંતરે એક બોડીગાર્ડ રાખવામાં આવશે. તેમની પરમિશન વિના કોઈ પણ કમિટીના સભ્યો કે ભક્ત તેમના રૂમમાં પ્રવેશી શકશે નહીં. અંદાજિત 1000 જેટલા બોડીગાર્ડને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મકાનમાં એક ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે. જે ગેલેરીમાંથી બાગેશ્વર બાબા પોતાના ભક્તોને દર્શન આપી શકે તેવી સગવડ પણ ઊભી કરવામાં આવી છે.

અમેરિકન ડોમ તૈયાર કરવામાં આવશે: સેવા સમિતિના સભ્ય જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ભારે ગરમી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે આ વખતે દિવ્ય દરબારનું આયોજન સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રેના 11 વાગ્યા સુધી કરવામાં આવી છે. આ દિવ્ય દરબાર બહાર ખુલ્લા પ્લોટમાં કરવામાં આવશે. જ્યાં કુટુંબ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવ્યો નથી. ભક્તો માટે નીચે બેસે ત્યાં અને ફરતે એક કાપડની દિવાલ તૈયાર કરવામાં આવશે જ્યારે વાઘેશ્વરી બાબાનું સ્ટેજને અમેરિકન ડોમ મુજબ તૈયાર કરવામાં આવશે.

રાજકોટમાં દિવ્ય દરબાર:મધ્યપ્રદેશના છત્તરપુરના બાગેશ્વર ગામના પીઠાધેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી 1 અને 2 જૂને રાજકોટ ખાતે દિવ્ય દરબાર યોજનાર છે. ત્યારે રાજકોટમાં તેમના દિવ્ય દરબાર માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના માટેની મંજૂરી પણ પોલીસે તંત્ર દ્વારા આપવામાં આવી છે. જ્યારે રાજકોટમાં આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે બાગેશ્વર ધામ સેવા સમિતિની પણ રચના પણ કરવામાં આવી છ.

400થી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે:રેસકોર્ષ ખાતે યોજાનાર દિવ્ય દરબાર માટે કુલ 400થી વધુ સ્વયંસેવકો ખડે પગે જોવા મળશે અને 32 જેટલા અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે. આ 32 વિભાગોમાં તમામ સ્વયંસેવકો પોત પોતાને આપવામાં આવેલી ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમને રાજકોટમાં કયા સ્થળે ઉતારો આપવામાં આવશે તે અંગેની કોઈ બાબતો બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં આ તમામ વિગતો પણ સામે આવશે.

'બાગેશ્વર બાબાના દરબારમાં ભાગ લેવા માટે કોઈપણ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. ભાવિક ભક્તો નિશુલ્ક દરબારનો લાભ લઈ શકશે. સભા સ્થળે 75 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા નિશુલ્ક છાશ, પાણી, ચા વિતરણની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે મંડપમાં પણ કાયદો વ્યવસ્થા જળવાય તે પ્રકારની વ્યવસ્થા આયોજકો દ્વારા ગોઠવવામાં આવી છે જેના કારણે ભક્તો ને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.'-યોગીનભાઈ છણિયાર, બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય

રાજકોટમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો મામલો: રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટિંગ બેંકના સીઈઓને ફોનમાં ધમકી આપવામાં આવી હતી. અજાણ્યા નંબરમાંથી કરી ઘરનું સરનામું પૂછ્યા બાદ ધમકી આપવામાં આવી હતી. પુરષોતમ પીપળીયાએ જાહેરાત કરી હતી કે, બાબા રાજકોટમાં 200 કરોડનું ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેનો જવાબ આપશે, તો હું 5 લાખ રૂપિયા આપીશ તેવી જાહેરાત કરી હતી. બાબા મને જવાબ આપશે તો હું તેમનું મંદિર બનાવીશ. ગુજરાતના વાઘેશ્વર મહારાજ લોકદરબાર મામલો ગરમાયો છે.

  1. Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા
  2. Bageshwar Baba:'420 ચોર' બિહારમાં બાગેશ્વર બાબાના પોસ્ટર પર કાળો રંગ લગાવી વિરોધ
Last Updated : May 17, 2023, 7:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details