ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ છોડ્યું રાજકારણ - બાબુલ સુપ્રિયો

આસનસોલથી ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સન્યાસની જાહેરાત કરી છે સાથે જ પોતાના સાંસદ પદેથી પણ રાજીનામું આપવાની વાત કરી છે.

ભાજપના નેતા બાબલુ સુપ્રિયોએ રાજનીતિને કહી અલવીદા
ભાજપના નેતા બાબલુ સુપ્રિયોએ રાજનીતિને કહી અલવીદા

By

Published : Jul 31, 2021, 5:57 PM IST

Updated : Jul 31, 2021, 7:06 PM IST

  • બંગાળના નેતાએ રાજનીતિ છોડી
  • સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
  • સાંસદ પદેથી પણ આપશે રાજીનામું

ન્યૂઝ ડેસ્ક: બંગાળ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સન્યાસ જાહેરાત કર્યું છે અને પોતાના સાંસદ પદેથી પણ રાજીનામું આપ્યું છે સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓ એક મહિનાની અંદર પોતાને આપવામાં આવેલું સરકારી નિવાસ સ્થાન પણ છોડી દેશે. આ માહિતી તેમણે ફેસબુકના માધ્યમથી આપી હતી.

સમાજસેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો

બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત સમાજ સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા હતાં હવે તેઓ પોતાનો વિચાર બદલી રહ્યાં છે. લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવું તે જરૂરી નથી. તેઓ રાજનીતિથી છોડીને પણ લોકોની સેવા કરતાં રહેશે. જો કે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી છે કે તેઓ હંમેશા ભાજપનો ભાગ રહેશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમનો આ નિર્ણય તેઓ સમજી જશે.

Last Updated : Jul 31, 2021, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details