- બાબા રામદેવનો વાઈરલ વીડિયો ચર્ચામાં
- ઔદ્યોગિક પદાધિકારીઓ સાથે વાત કરતાં બાબાએ આપ્યું હતું નિવેદન
- 'કોઇ તેમની ધરપકડ કરી શકે તેમ નથી'
દહેરાદૂન-સતત વિવાદોમાં ઘેરાયેલા યોગગુરુ સ્વામી રામદેવ એક પછી એક વાયરલ થઇ રહેલાં નિવેદનો પછી હેડલાઇન્સમાં છે. બાબાના નિવેદનો ડૉક્ટરોનો શૂળની જેમ ખૂંચી રહ્યાં છે. આ જ કારણ છે કે આઈએમએ યોગગુરુ બાબા રામદેવની સામે પડ્યું છે. દેશના તમામ ડોકટરોએ બાબા રામદેવ સામે મોરચો ખોલીને કાનૂની નોટિસ આપી છે. આમ છતાં પણ બાબા અટકવાના મૂડમાં નથી.
આ પણ વાંચોઃ Cyclone Yaas Live: આજે બંગાળ અને ઓડિશાના સમુદ્ર તટ પર ટકરાશે યાસ વાવાઝોડું
બાબાએ પોતાની આકરી ટીકાઓને લઇને કર્યો હતો વ્યંગ
બાબા રામદેવનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે બાબા રામદેવ દેશના ઉદ્યોગો સાથે સંકળાયેલા પદાધિકારીઓ સાથે વાત કરી રહ્યાં હતાં. આ વાતચીત દરમિયાન બાબા એવું કહેતાં સંભળાઇ રહ્યાં છે કે કોઇના બાપમાં દમ નથી જે રામદેવની ધરપકડ કરી શકે. બાબા કહી રહ્યાં છે કે લોકોનું કામ છે કે સોશિયલ મીડિયા પર કંઇ પણ ટ્રેંડિંગ કરાવી દે. ક્યારેક રામદેવની ધરપકડ તો ક્યારેક ઠગ રામદેવ કહેવાય છે. બાદમાં રામદેવ હસતાંહસતાં કહે છે કે આ બધાંમાં સારી વાત એ છે કે ટ્રેંડિંગમાં હું હંમેશા ટોપ પર રહું છું.