ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Most Wicket In WTC 2021-23 : નાથન લિયોન સૌથી વધુ વિકેટ સાથે નંબર વન, અશ્વિન ચોથા સ્થાને

બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મેચ વિનર ઓફ સ્પિનર ​​નાથન લિયોન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં સૌથી વધુ વિકેટ લઈને નંબર વન પર આવી ગયો છે. ભારતનો સ્ટાર બોલર આર અશ્વિન આ યાદીમાં ચોથા સ્થાન પર છે.

Most Wicket In WTC 2021-23 : નાથન લિયોન સૌથી વધુ વિકેટ સાથે નંબર વન, અશ્વિન ચોથા સ્થાને
Most Wicket In WTC 2021-23 : નાથન લિયોન સૌથી વધુ વિકેટ સાથે નંબર વન, અશ્વિન ચોથા સ્થાને

By

Published : Mar 5, 2023, 8:26 PM IST

નવી દિલ્હીઃ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ઈન્દોર ટેસ્ટનો હીરો રહેલો ઓસ્ટ્રેલિયાનો સ્પિન બોલર નાથન લિયોન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં સૌથી વધુ વિકેટ લઈને નંબર વન પર આવી ગયો છે. આ સાથે દક્ષિણ આફ્રિકાનો કાગીસો રબાડા 63 વિકેટ સાથે બીજા નંબર પર યથાવત છે. ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 58 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે ભારતનો સ્ટાર બોલર આર અશ્વિન 54 વિકેટ સાથે ટોપ ફોરમાં ચોથા નંબર પર યથાવત છે. આ સાથે જ પાંચમા નંબર પર 53 વિકેટ સાથે ઈંગ્લેન્ડનો ઓલી રોબિન્સન ટોપ ફાઈવમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

Rohit Sharma On Ind vs Aus: ચોથી ટેસ્ટ માટે તૈયાર છે ટીમ ઈન્ડિયા, જાણો કેપ્ટન શર્માનું પીચ પ્લાનિંગ

ઈન્દોર ટેસ્ટમાં શાનદાર જીત:તમને જણાવી દઈએ કે ભારત સામે રમાયેલી ઈન્દોર ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો નાથન લિયોન રહ્યો હતો. લિયોને એકલા હાથે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં આઠ વિકેટ ઝડપીને જીત અપાવી હતી. લંડનમાં ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી રમાશે.

Sania Mirza to Play Farewell Match : સાનિયા મિર્ઝા આજે હૈદરાબાદમાં વિદાય પ્રદર્શન મેચ રમશે

118 ટેસ્ટ મેચમાં 479 વિકેટ:નાથન લિયોનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો લિયોને 118 ટેસ્ટ મેચમાં 479 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેણે 23 વખત 5 વિકેટ અને 4 વખત 10 વિકેટ હાંસલ કરી છે. બીજી તરફ લિયોને 29 વનડેમાં 29 વિકેટ ઝડપી છે. લિયોન ટેસ્ટ મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તાજેતરમાં લિયોન એશિયાનો સૌથી સફળ વિદેશી બોલર બન્યો છે. લિયોને દેશબંધુ મહાન શેન વોર્નનો રેકોર્ડ તોડ્યો હતો. એશિયામાં રમતા વોર્નના નામે 127 વિકેટ હતી. ઈન્દોર ટેસ્ટના બીજા દિવસે ભારતના રવિન્દ્ર જાડેજાની વિકેટ લઈને લિયોને એશિયાઈ ધરતી પર 128 વિકેટ ઝડપી હતી અને લિયોને આ ખાસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details