ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શેતાને યુવતીના ગળા પર બ્લેડ ફેરવી દીધી છતાં આ રીતે બચી ગઈ - Critical Condition of Girl

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં કોચિંગમાં જતા સમયે એક યુવકે વિદ્યાર્થીની પર બ્લેડ (Attack via Shaving Blade) વડે હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થીનીની હાલત નાજુક (Critical Condition of Girl) છે. યુવતીની માતાએ જણાવ્યું કે યુવક તે પુત્રીને બે વર્ષથી હેરાન કરતો હતો. જોકે, આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.

શેતાને યુવતીના ગળા પર બ્લેડ ફેરવી દીધી છતાં રીતે બચી ગઈ, આવી રીતે મેળવ્યો નંબર
શેતાને યુવતીના ગળા પર બ્લેડ ફેરવી દીધી છતાં રીતે બચી ગઈ, આવી રીતે મેળવ્યો નંબર

By

Published : Jul 12, 2022, 9:59 PM IST

ઝાંસીઃમિશન ક્રોસરોડ્સ પર એક યુવકે ઈન્ટરમીડિયેટની વિદ્યાર્થી પર સોમવારે બ્લેડ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Jhansi) સારવાર હેતું એડમીટ કરવામાં આવી છે. યુવતીની હાલત નાજુક (Critical Condition of Girl) જોઈને ડોક્ટરે તેને મેડિકલ કોલેજમાં (Refer to Medical College and Hospital) રીફર કરી હતી. ડોક્ટરોએ એના મોઢા અને ગળા પર 31 ટાંકા લીધા છે. વિદ્યાર્થિનીના પરિવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્થળ પર તપાસ કરી કાયદેસરના પગલાં લેવા માટે તજવીજ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ લારી વાળા પાસેથી પૈસા ઉઘરાવી કોન્સ્ટેબલ માંગતો હતો લાંચ, ACBના હાથે ઝડપાયો

આ રીતે કર્યો હુમલોઃવિદ્યાર્થિની ગ્વાલિયર રોડની રહેવાસી છે. રોજની જેમ તે સાંજે મિશન કમ્પાઉન્ડ પાસે અંગ્રેજીના કોચિંગ ક્લાસમાં જતી હતી. એ સમયે રસ્તામાં દાનિશ ખાન નામનો યુવક ઊભો હતો. તેણે વિદ્યાર્થિનીના ગળા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. એક યુવતીએ દરમિયાનગીરી કરીને વિદ્યાર્થિનીને બચાવી હતી. વિદ્યાર્થિનીના ગળા અને મોઢા પાસેથી કોઈ રીતે લોહી વહેતી હાલતમાં કોચિંગ પહોંચી, જ્યાંથી શિક્ષક તેને હોસ્પિટલ લઈ ગયા હતા. આ પછી યુવતીના પરિવાજનો અને બીજા સગાઓને જાણ કરવામાં આવી હતી.

શું કહે માતાઃઆ સાથે જ પીડિતાની માતાનું કહેવું છે કે, દાનિશ છેલ્લા બે વર્ષથી દીકરીને હેરાન કરી રહ્યો છે. તેણે કોચિંગ ક્લાસમાંથી દીકરીનો નંબર મેળવ્યો હતો. તે અલગ-અલગ નંબરો પરથી ફોન કરીને મિત્ર બનવા માટે દબાણ કરતો હતો. બાળકીની માતાએ જણાવ્યું કે તે કોચિંગમાં જતી વખતે દરરોજ તેનો પીછો કરતો હતો. છેડતી કરીને ધમકીઓ પણ આપતો હતો. ડરના કારણે દીકરીએ ઘરમાં કોઈને કંઈ કહ્યું નહીં. આ પુત્રીને તેની સાથે વાત કરવાની ના પાડતાં તેણે હુમલો કર્યો હતો. ડેનિશ પીડિતા કરતા લગભગ 8 થી 10 વર્ષ મોટો છે.

આ પણ વાંચોઃ PUBG રમવાની ના પાડતા છોકરાના મોઢામાં ફેવીક્વિક નાંખી,આ રીતે મૃતદેહ કર્યો સગેવગે

સૌથી નાનીઃઆ છોકરીના પિતા નથી. ત્રણ બહેનોમાં તે સૌથી નાની છે. તેમનો એક ભાઈ પણ છે. હાલ વિદ્યાર્થીનીની હાલત નાજુક છે. હાલમાં તેની સારવાર ચાલું છે. સીઓ સિટી રાજેશ કુમાર રાયના જણાવ્યા અનુસાર, છોકરાની વિદ્યાર્થિની સાથે મિત્રતા હતી. બંને ફોન પર વાત કરતા હતા. કેસની તપાસ પોલીસ કરી રહી છે. આરોપી દાનિશની શોધખોળ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details