પ્રયાગરાજઃ ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીને રવિવારે સીએમ પોર્ટલ પર એક અરજી સબમિટ કરી હતી. તેમણે ઉમેશ પાલ મર્ડર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરી હતી. આ પત્રમાં તેણે લખ્યું છે કે, યુપી પોલીસ આતિક અહેમદની હત્યા કરાવી શકે છે. શાઇસ્તાએ આ પત્ર સીએમ યોગીને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલ્યો છે.
આ પણ વાંચોઃUmesh Pal Murder Case: અતીકનો પરિવાર હત્યામાં સંડોવાયેલ હશે તો શાઇસ્તા પરવીનને પાર્ટીમાંથી કાઢી મુકાશે - માયાવતી
રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલ્યો પત્રઃ બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યાનું કાવતરું ગુજરાતની સાબરમતી જેલમાં ઘડવામાં આવ્યું હતું. બાહુબલીના પૂર્વ સાંસદ અતીક અહેમદને સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ જણાવવામાં આવી રહ્યો છે. અતીક અહેમદ સાબરમતી જેલમાં બંધ છે, ત્યારે ઉમેશ પાલના પત્ની જયા પાલે સીએમ યોગીને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા પત્ર મોકલ્યો છે.
શાઇસ્તાએ સીએમ યોગીને લખ્યો પત્રઃઅતીક અહેમદના વકીલ શૌલત હનીફે કહ્યું કે, શાઇસ્તાએ સીએમ યોગીને આ પ્રાર્થના પત્ર લખ્યો છે. તેણે પત્રમાં લખ્યું છે કે, ઉમેશ પાલ હત્યા કેસ સાથે તેને અથવા તેના પરિવારને કોઈ લેવાદેવા નથી. આ કેસમાં આખા પરિવારને બળજબરીથી ફસાવવામાં આવી રહ્યો છે. એફઆઈઆરમાં તેમનું નામ પણ સામેલ છે. પોલીસ પીડિતાના પરિવાર સાથે મીલીભગત કરી રહી છે અને તેમને બળજબરીથી ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાઈસ્તાએ લખ્યું છે કે, પોલીસ તેના પતિ અતીક અહેમદની હત્યા પણ કરી શકે છે.
આ પણ વાંચોઃBengaluru News: 2nd PUCના વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના 10મા માળેથી કૂદીને કરી આત્મહત્યા
વિરોધીઓ સાથે મળીને ષડયંત્રઃ માફિયા અતીક અહેમદની પત્ની શાઈસ્તા પ્રવીણે પણ પોતાના પત્રમાં પ્રયાગરાજના બે મોટા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. શાઇસ્તા પરવીને લખ્યું છે કે, પ્રયાગરાજ ઝોનના ADG અને IG અતિક અહેમદના વિરોધીઓ સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા છે. બંને પોતાના પુત્રોને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માફિયા અતીક અહેમદની પત્નીએ લખ્યું છે કે, પ્રયાગરાજના આઈજી ચૂંટણી લડવા માંગે છે. આઈજી પ્રયાગરાજ ગુનેગારોને તેમની ઓફિસમાં બેસીને કોફી પીવડાવી દે છે.
નિષ્પક્ષ તપાસની માંગઃ તેમણે સીએમ યોગી પાસેથી ઉમેશ પાલ મર્ડર કેસની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તેમણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળવા માટે સમય માંગ્યો છે. શાઇસ્તાનું કહેવું છે કે, જો સીએમ યોગી તેમને મળવા માટે સમય આપશે તો તેઓ તેમની સામે પોતાનો કેસ રજૂ કરશે અને ન્યાય માંગશે.
શું હતી ધટનાઃઉમેશ પાલ અને અતીક અહેમદ વચ્ચે 17 વર્ષથી દુશ્મની ચાલી રહી હતી. અતિક અહેમદ અને ઉમેશ પાલ સિંહ વચ્ચે ઘણી જૂની દુશ્મનાવટ હતી. 25 જાન્યુઆરી 2005ના રોજ બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલનું વર્ષ 2006માં અતિક અહેમદે અપહરણ કર્યું હતું. ઉમેશ પાલનું અપહરણ કર્યા પછી, અતીક અહેમદે રાજુ પાલ હત્યા કેસમાં તેની તરફેણમાં બોલ્યા હતા. આ અપહરણ કેસમાં ઉમેશ પાલે અતીક અહેમદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલ અપહરણના આ જ કેસમાં કોર્ટમાં ચર્ચા માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે તેની હત્યા કરવામાં આવી હતી.