મેષ : આજે આપ સમાજ અને મિત્રો તેમજ તેમની સાથે સંકળાયેલા કામમાં વ્યસ્ત રહેશો. તેમાં રૂપિયાનો ખર્ચ પણ થઇ શકે છે. પણ આપને અચાનક નાણાંનો લાભ થતા આપ ખુશ થઇ જશો. સરકારી કામકાજ સારી રીતે પાર પડશે. આપ જેમને માન આપતા હોવ તેવી વ્યક્તિઓને મળવાનું થાય. સંતાનો તરફથી સારા સમાચાર આવશે. પ્રવાસ થઇ શકે છે. લગ્નવાંછુઓ લગ્નગ્રંથિથી જોડાય તેવી શક્યતા છે.
વૃષભ : આજે આપ નવા કામની શરૂઆત કરી શકશો. નોકરી કરનારા લોકો માટે દિવસ સારો છે, તેમની આવક વધે અને નોકરીમાં બઢતી મળે તેવી પણ શક્યતા છે. આપ સરકાર તરફથી પણ લાભ મેળવી શકશો. આપના લગ્નજીવનમાં સુમેળ જળવાઇ રહેશે. ઉપરી અધિકારીઓ આપના કામની સરાહના કરીને આપનો ઉત્સાહ વધારશે. જે કાર્યો વિલંબમાં પડ્યા હોય તે પુરા કરી શકશો. પતિ-પત્નીના સંબંધો વધુ ગાઢ બને.
મિથુન : આજે કોઇપણ નવા કાર્યોના શુભારંભ માટે દિવસ અનુકૂળ જણાતો નથી. મન ચિંતા અને વિષાદથી ઘેરાયેલું રહે માટે નિર્ણયો લેવામાં પણ તમે થોડા પાછા પડશો. થોભો અને રાહ જુઓની નીતિ બહેતર રહેશે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્સાહ ઘટી શકે છે. ઉદરના રોગથી પીડિત જાતકોએ સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. નોકરી- ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખજો. ઉપરી અધિકારીઓની નારાજગીના ભોગ બનો તે માટે કામમાં ચોક્કસાઈ વધરાવી. વધુ પડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે. નસીબનો સાથ અપેક્ષા કરતા ઓછો મળે. આજે મહત્ત્વના કામ કે નિર્ણય ન લેવા. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું.
કર્ક : આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવું પડશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ નિવારવો. વાણી પર સંયમ અને ગુસ્સા પર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્ટો નિવારી શકશો. આજે આપની માનસિક હાલત સ્વસ્થ નહીં હોય. વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામ સ્મરણ લાભકારક નીવડશે.
સિંહ : લગ્નજીવનમાં નજીવા ખટરાગથી પતિ- પત્ની વચ્ચે આજે સુમેળ જાળવી રાખવા માટે બંનેએ એકબીજાની વાત સમજવી પડશે અને પારસ્પરિક સહકારની ભાવના વધારવી પડશે. જીવનસાથીની તબિયતની પણ થોડી કાળજી લેવાની સલાહ છે. વ્યવસાય કરતા વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. શક્ય હોય તો વ્યર્થ ચર્ચા કે વિવાદમાં ન પડવું. કોર્ટ કચેરીના મામલા શક્ય હોય તો. જાહેરજીવનમાં તેમજ સામાજિક જીવનમાં યશ ન મળે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં સાવધાની રાખવાની સલાહ છે.
કન્યા : વર્તમાન દિવસે આપ તનમનથી સ્ફૂર્તિ અને સ્વસ્થતાનો અનુભવ કરશો. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળી રહેશે. પ્રતિસ્પર્ધીઓ તેમની ચાલમાં નિષ્ફળ જશે. બીમાર માણસને તબિયતમાં સુધારો થતો જણાય. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સામાન્ય ખર્ચ વધારે રહે.