ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction

By

Published : Mar 31, 2021, 6:12 AM IST

મેષ: દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો. બહાર ફરવા જવાનું અને સુરૂચિપૂર્ણ ભોજન લેવાના સંજોગો ઊભા થાય.આયાત-નિકાસ કરતા વેપારીઓ સારો ફાયદો મેળવી શકશે. જે વસ્તુ ખોવાઇ ગઇ હોય તે પાછી મળવાના યોગ છે. પ્રિયજન સાથે સુખદ પળો માણી શકશો. નાણાંકીય લાભ કે વાહનસુખ મળવાની તેમ જ પ્રવાસ થવાની શક્યતા પણ છે. આપે વિવાદોથી દૂર રહેવું જોઇએ.

વૃષભ: આજે આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે. કોઇના પર હસવા જતા તકલીફ ઊભી થવાની શક્યતા છે. ગેરસમજ સર્જાઈ શકે. મનોરંજન અને મોજશોખ પાછળ ખર્ચ થઇ શકે. આરોગ્ય સાચવવું પડશે. અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મનના આવેગને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદભવી શકે. આપે સભાન રહેવાની જરૂર છે.

મિથુન: આજે નવા કાર્યોની શરૂઆત કરશો નહીં, સમય અનુકૂળ નથી. આપને સલાહ આપવામાં આવે છે કે જીવનસાથી તેમજ સંતાનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમિયાન સૌમ્ય રહેવું. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

કર્ક: આપનો વર્તમાન દિવસ થોડું સંભાળીને ચાલવા જેવો છે. કારણ કે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાના કારણે આપનામાં કામ કરવાનો ઉત્સાહ જરૂર કરતા ઓછો રહે. છાતીમાં દર્દ કે અન્‍ય કોઇ વિકારથી પીડાતા જાતકોએ અત્યારે સારવારમાં જરાય ગાફેલ રહેવું પોષાય તેમ નથી. ઘરના સભ્‍યો સાથે કોઈપણ બાબતે શાંતિથી બેસીને ચર્ચા કરવી અને દરેકને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતા અનુભવશો. જાહેર પ્રતિષ્ઠાનો વધુ પડતો મોહ રાખવો નહીં. અનિદ્રાના કારણે પણ મન થોડુ વ્યાકુળ રહી શકે છે.

સિંહ: આજના દિવસે આપ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતાનો અનુભવો. મિત્રો સ્‍વજનો સાથે નાનકડું પર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રિય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ધિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.

કન્યા: આજનો દિવસ આપના માટે અનુકૂળ રહેશે. આપની વાણીની મધુરતાથી આપ અન્‍યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. વાણી પર સંયમ રાખી કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આપ નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.

તુલા:આ સમય આર્થિક યોજનાઓ બનાવવા માટે ઘણો સારો છે. આપની કલાત્મકતા અને સર્જનાત્મકતા ઘણી સારી રહેશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપના દરેક કામ આત્મ વિશ્વાસ અને દૃઢ મનોબળથી આગળ વધશે. ભાગીદારો સાથે સંવાદિતા જળવાશે. મનોરંજન અને મોજમસ્તી પાછળ પણ ખર્ચ થઇ શકે. કૌટુંબિક જીવનમાં સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.

વૃશ્ચિક: આજના દિવસે આપને સ્‍વભાવમાં ઉગ્રતા ન રાખવા તથા જીભ પર સંયમ રાખવાની સલાહ છે. શારીરિક તકલીફો અને મા‍નસિક ચિંતા આપને વ્‍યગ્ર બનાવી શકે છે. વાહન ચલાવતા સંભાળવું. ઓપરેશન કરવાનું ટાળવું. સગાં- સ્‍નેહી અને કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા આને આદરભાવ રાખવાની સલાહ છે. કોર્ટકચેરીના કાર્યો શક્ય હોય તો ટાળવાં અથવા સાવધાનીપૂર્વક કામ કરવું. મોજમજા, મનોરંજન પાછળ ખર્ચ થાય.

ધન: આજનો દિવસ સમગ્રતયા લાભદાયક નીવડશે. આપને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્‍થળે પર્યટને જવાનું થાય. સંતાન અને જીવનસાથી થકી આપને લાભ મળે. વેપારમાં લાભ થાય. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને જીવનસાથી મળે. સ્‍ત્રીમિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર: ઘર- પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અહેસાસ થશે. સગાં- સંબંધીઓ મિત્રોથી મુલાકાત આપને પુલકિત કરી દેશે. વેપાર ધંધામાં ઉઘરાણી અંગે પ્રવાસ કરવાનું થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે ધન- મન પ્રતિષ્‍ઠામાં વધારો થશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. આપને નોકરીમાં પદોન્‍નતી મળે. વાહન અકસ્‍માતથી સંભાળવું ધન- માન કીર્તિમાં વધારો થાય. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે.

કુંભ: આજે આપને પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. થાક અને આળસ વર્તાય તો આજે કામકાજમાંથી વિરામ લઈને ટૂંકી પિકનિક અથવા મોજશોખને લગતી અન્ય કોઈ પ્રવૃત્તિનું આયોજન કરી શકો છો. તેનાથી માનસિક તાજગી પણ વધશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે કામ સિવાયની ચર્ચામાં પડવું નહીં. મોજશોખ કે હરવાફરવા પાછળ ખર્ચ થાય. સંતાનોને લગતા કાર્યોમાં વ્યસ્તતા વધશે. પરદેશથી સમાચાર મળે.

મીન: તંદુરસ્‍તીની બાબતમાં ખાસ ધ્‍યાન આપવાનું જણાવવામાં આવે છે. માંદગી પાછળ ખર્ચની સંભાવના નકારી શકાય નહીં. અન્‍ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે માટે ધીરજથી કામ લેવું. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આકસ્મિક ધનલાભ આપની તકલીફો હળવી કરી દેશે. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

ABOUT THE AUTHOR

...view details