- મેષ
સમગ્ર દિવસ દરમિયાન આપ વિચારોના વમળોમાં વધુ રહો અને થોડી શારીરિક સુસ્તિ પણ રહેવાથી કામકાજમાં મન ચોંટે નહીં. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળતી હોવાનું પણ મનમાં લાગી શકે છે જેથી દરેક બાબતને સકારાત્મક અભિગમથી જોવાની સલાહ છે. સંતાનો સંબંધિત પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું પડશે. કામની ભાગદોડમાં વધારો થઈ શકે છે જેથી પરિવાર તરફ ઈચ્છિત પ્રમાણમાં ધ્યાન નહીં આપી શકો. આજના દિવસમાં શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી. પાચન તંત્રને લગતી ફરિયાદો હોય તેમને વિપરિત ભોજન ટાળવું. આપ અક્કડ વલણ છોડીને સૌમ્ય બનશો તો ફાયદામાં રહેશો.
- વૃષભ
આપ આજે દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળથી પાર પાડશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી આપને કોઇ લાભ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે. સંતાનોના અભ્યાસ કે અન્ય બાબતો પાછળ ધનખર્ચ કે મૂડી રોકાણ થાય. કલાકારો તેમજ રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે અનુકૂળ સમય છે. સરકાર તરફથી લાભ થાય.
- મિથુન
નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્યવસાય કરનારાઓને સરકાર તરફથી લાભ મળવાના અને નોકરિયાતોને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટેના યોગ છે. ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. શરીર તેમજ મનનું સ્વાસ્થ્ય જળવાઇ રહેશે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવશો. દિવસ દરમ્યાન ઝડપથી બનતી ઘટનાઓમાં વ્યસ્ત રહેશો.
- કર્ક
આજે આપ શારીરિક અને માનસિક રીતે થોડી અસ્વસ્થતા અનુભવશો. વૈચારિક ગડમથલ પણ વધુ રહેવાથી તમારે કોઈપણ બાબતમાં ચિત્ત ચોંટાડવામાં વધુ પ્રયાસ કરવા પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવા માટે કમ્યુનિકેશન અથવા વાતચીતમાં પૂર્ણ પાદર્શકતા રાખવી. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા માટે પ્રયાસો વધારવા પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન ઓછુ રહેવાથી વધુ મહેનતની તૈયારી રાખવી. ધનખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં. અનૈતિક તેમજ કાયદા વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેશો તો ઘણી સમસ્યાઓથી આપોઆપ બચી શકશો.
- સિંહ
ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ નિર્ણય શક્તિના કારણે આજે આપ કોઇપણ કામ ત્વરિત નિર્ણય લઇ પાર પાડશો. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. પિતા તથા વડીલોનો સાથ સહકાર મળી રહેશે. મન આનંદિત રહેશે. એમ છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા અને અહમ આપની બાજી બગાડે નહીં તેનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે. લગ્નજીવનમાં સંવાદિતા જળવાય. આરોગ્ય વિશે નજીવી ફરિયાદો રહે.
- કન્યા
શરીરની અસ્વસ્થતા સાથે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય. આંખને લગતી ફરિયાદ ઉદભવે. પરિવારજનો સાથે મનદુ:ખ થાય. ઉગ્ર વાણી અને અહમના ટકરાવથી કોઇ સાથે ઝઘડો ન થાય તેની કાળજી રાખવી. આકસ્મિક ધન ખર્ચ થાય. નોકરિયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળીને ચાલવાની સલાહ છે. કોર્ટ કચેરીનું કામકાજ આજે ટાળી દેવું હિતાવહ છે.
- તુલા