ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે ? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ

By

Published : Jan 26, 2021, 6:31 AM IST

  • મેષ

મનમાં સ્થિરતા અને નિર્ણાયકતાનો અભાવ હોવાથી આપ ઝડપથી કોઇ નિર્ણય નહીં લઇ શકો. આના પરિણામે અગત્યના કાર્યો મુલતવી રાખવા પડે. નોકરી ધંધામાં હરીફોનો સામનો કરવાની તૈયારી રાખવી. જો, થોડી વૈચારિક સ્થિરતા અને આત્મવિશ્વાસ કેળવશો તો, નવાં કાર્યની શરૂઆત કરવા પ્રેરાઓ. સમાન વિચારસરણી ધરાવતી વ્‍યક્તિઓ સાથે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. નાનકડો પ્રવાસ થાય. સ્‍ત્રી વર્ગને બોલવા પર સંયમ રાખવાની સલાહ છે. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ છે.

  • વૃષભ

આજે આપે તમામ પ્રકારની દ્વિધાઓ બાજુ પર મૂકીને મનને એકાગ્ર અને સ્‍વસ્‍થ રાખવાની જરૂર છે, કારણ કે મનની અસ્થિરતાના કારણે આપ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવી દો તેવી શક્યતા છે. આજે આપે જિદ અને મમત છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ભાઇભાંડુઓ વચ્‍ચેના સંબંધો વધુ ઉષ્મા અને સહકારભર્યા બનશે. કલાકારો, લેખકો અને કારીગરો જેવા મૌલિક સર્જકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. આરોગ્‍ય સારું રહે.

  • મિથુન

તન- મનથી તાજગી અને પ્રફુલ્લિતતા અનુભવશો. ઘરમાં મિત્રો- સગાં સ્‍નેહીઓના આગમનથી ખુશાલીભર્યું વાતાવરણ રહે. ભાવતાં ભોજન મળવાના અને સુંદર વસ્‍ત્ર પરિધાનના યોગ છે. આર્થિક લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો- સગાં સંબંધીઓ તરફથી ભેટ- ઉપહાર મળે. દાંપત્‍યજીવનમાં સુખશાંતિ અને નિકટતા અનુભવાય. આપને નકારાત્‍મક વિચારો મન પર હાવિ ન થવા દેવાની સલાહ છે.

  • કર્ક

પરિવારમાં મનદુ:ખના પ્રસંગ ટાળવા માટે કોઈની સાથે ચર્ચામાં ઉગ્ર થવું નહીં અને દરેકને પૂરતો આદર આપવો. જો મનની દ્વિધા અનુભવાય તો, અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભો થવાની શક્યતા છે. આરોગ્‍ય પ્રત્‍યેની બેદરકારી તમારી તંદુરસ્‍તી બગાડી શકે છે માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહેવું. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું પડશે. ધનહાનિથી બચવા માટે આર્થિક નિર્ણયો સમજીને લેવા.

  • સિંહ

આપના વેપાર ધંધામાં આજે લાભ થશે અને આવક વધશે. સારું ભોજન ગ્રહણ કરશો અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ થઇ શકશે. પુત્રને મળવાનું થાય. વડીલો આપને સાથ આપશે. સારા પ્રસંગો યોજાય. સ્ત્રીઓ તરફથી સુખ અનુભવાશે. નવી વસ્તુ ખરીદવા માંગતા હોવ તો સમય યોગ્ય છે.

  • કન્યા

નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્‍મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્‍તી સારી રહે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.

  • તુલા

આપ નવું કામ શરૂ કરવા માટે પ્રયત્ન કરશો તેમ જણાઈ રહ્યું છે. બૌદ્ધિક તેમજ સાહિત્ય અને લેખનનું કામ કરી શકશો. કોઇ ધાર્મિક સ્થળે દર્શનાર્થે જઇ શકશો. વિદેશી મિત્રો કે સગા વ્હાલાઓના સમાચાર મળવવાથી ખુશી અનુભવશો. ઓફિસમાં સહકર્મચારીઓ પુરતો સહકાર ન આપે તેવી શક્યતા છે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આજે આપે કોઇની સાથે ચર્ચા કે દલીલમાં ન ઉતરવું જોઇએ.

  • વૃશ્ચિક

આપને પેટના દર્દો, દમ, ખાંસી કે શરદી જેવી તકલીફો થઇ શકે તેથી સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. શરીર અને મનની બેચેની ટાળવા માટે આપ્તજનો અથવા મિત્રો સાથે વધુ સમય વિતાવવો અને પોતાને આનંદ આવે તેવા કાર્યોમાં ભાગ લેવો. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર રહવા તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ખર્ચની તૈયારી રાખવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું હિતાવહ છે.

  • ધન

પાર્ટી, પિ‍કનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્ર પરિધાન આજના દિવસની વિશેષતા રહેશે. મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. વિજાતીય આકર્ષણ અનુભવશો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. દાંપત્‍યજીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. જાહેર સન્‍માન અને નામના મળે. બૌદ્ધિક, તાર્ક‍િક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળશે.

  • મકર

વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. આયાત નિકાસના વેપારીઓને ફાયદો થશે. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. આર્થિક લાભ થાય કાનૂની આંટીઘૂંટીઓથી સાવચેત રહેવું. તંદુરસ્‍તી સારી રહેશે. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે.

  • કુંભ

આજે થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ ભરેલો દિવસ છે. ઝડપથી બદલાતા વિચારોને કારણે અનિર્ણાયકતા રહેશે તેથી કોઈપણ નિર્ણય લેવામાં જરૂર જણાય તો બીજાની મદદ લઈ શકો છો. સંતાનો સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. તબિયતમાં પેટની બીમારીઓ સતાવે તેવી સંભાવના છે. કાર્ય નિષ્‍ફળતા મળે તો પણ પ્રયાસો છોડવા નહીં કારણ કે તમારી મહેનત ક્યાંય એળે જવાની નથી. આકસ્મિક ધનખર્ચ થાય. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે.

  • મીન

આપને આજના દિવસે સાવધાની રાખવાનું જણાવવામાં આવે છે. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ટાળવા માટે પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડજો. માતાના સ્‍વાસ્‍થ્‍યની તમારે કાળજી લેવાની જરૂર પડશે. સાથે સાથે પોતાનું આરોગ્‍ય પણ સાચવવું જ પડશે. માનસિક ઉદ્વેગ છે. ધનહાનિ થાય. નોકરીમાં સમસ્‍યાઓ ઉભી થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. સ્‍ત્રીઓ સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details