ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Daily Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Apr 21, 2021, 6:14 AM IST

મેષ:આજના દિવસે આપને વર્તન અને વાણીમાં થોડા સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે આપ અતિશય સંવેદનશીલ અને લાગણીશીલ રહો અને તેની અસર સંબંધો પર પડી શકે છે. કોઇકનાં વચનોથી આપને મનદુ:ખ થાય અને આપની લાગણી દુભાય તેવી સંભાવના હોવાથી મન મોટું રાખવું. માતાની તંદુરસ્તી માટે તમારે તેમની સેવા કરવી પડશે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ દિવસ છે. આજે માલમિલકત સંબંધી દસ્‍તાવેજો કરવા અનુકૂળ દિવસ નથી. આપના સ્‍વાભિમાનને ઠેસ ન પહોંચે તેનો ખ્‍યાલ રાખવો. આજે સ્‍ત્રી મિત્રો કે પાણીથી દૂર રહેવા પ્રયત્‍ન કરવો. એકંદરે દિવસ માનસિક અસ્‍વસ્‍થતા અને બેચેનીભર્યો રહે.

વૃષભ:આજે આપની ચિંતાઓમાં ઘટાડો અને ઉત્‍સાહમાં વધારો થતાં મન પ્રફુલ્લિત રહે. આજે આપ વઘુ પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા અનુભવો. આપની કલ્‍પનાશક્તિ પૂરબહારમાં ખીલતાં સાહિત્‍ય લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરો અથવા આપ સારું પ્રદર્શન કરી શકો. મનપસંદ ભોજન મળે. ઘરમાં પરિવારજનો, વિશેષ કરીને માતા સાથેની સુસંવાદિતા વધે. પ્રવાસની શક્યતા છે. આજે કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્‍યાન આપશો.

મિથુન:આપનો આજનો દિવસ મિશ્રફળદાયક હોવાની સંભાવના છે. આજના દિવસ દરમ્‍યાન થોડો થાક કંટાળાની સાથે તાજગી સ્‍ફૂર્તિનો પણ અનુભવ કરશો. આજે નિર્ઘારિત કાર્યો પાર પાડી શકો. નાણાંકીય આયોજનો શરૂઆતમાં ખોરવાયા પછી પાર પડતાં લાગે. શુભેચ્‍છકો અને મિત્રો સાથે મુલાકાતના યોગો છે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ આપ ઉત્‍સાહ અને તાજગીનો અનુભવ કરો. સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. પરિવારજનો સાથે સમય આનંદમાં વીતે.

કર્ક:આજે આપનો દિવસ સમગ્ર રીતે ખુશાલીમાં પસાર થાય. આજે આપ તન અને મન બંનેથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારના સભ્‍યો સ્‍નેહીઓ અને મિત્રો સાથે આનંદની પ્રાપ્તિ થશે. તેમના તરફથી આપને ભેટ ઉપહારો મળે. બહાર ફરવા જવાનું કે સારું ભોજન લેવાનું આયોજન કરો. આનંદદાયક પ્રવાસ થાય. શુભ સમાચાર મળે. પત્‍ની તરફથી સુખ સંતોષની લાગણી અનુભવાય. મનમાં સંવેદનશીલતા વઘે.

સિંહ:આજના દિવસમાં વિચારોની ગડમથલ તમને થોડા બેચેન કરી શકે છે. ખોટા વાદવિવાદ કે ચર્ચાઓમાં ન પડશો કારણ કે તેના કારણે સંઘર્ષ થઇ શકે છે. કાયદાકીય બાબતોમાં આપે સાવચેત રહેવું પડશે. વાણી અને વર્તન પર અંકુશ રાખવો. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. કોઇની સાથે ગેરસમજ થતી ટાળવી.

કન્યા:આજે આપ ઘણાં પ્રકારના લાભ મેળવી શકશો. વેપાર ધંધામાં આપની વૃદ્ધિ થશે અને આવક પણ વધશે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે. દાંપત્યજીવનમાં પણ સંતોષ અને સુખ અનુભવાશે. પરિવારમાં સંતાન, પત્ની કે વડીલોથી લાભ મેળવી શકશો. મિત્રો સાથે સુંદર સ્થળે ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રોથી લાભ થવાની શક્યતા છે.

તુલા: આપના કુટુંબમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. નોકરી અને ઓફિસમાં બઢતી તેમ જ આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. માતા તરફથી પણ લાભ થાય. આપ ઘરના સુશોભનનું કામ શરૂ કરશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે અને આપ તેમની પાસેથી પ્રેરણા મેળવી શકશો. સહકર્મચારીઓ તરફથી સહકાર મેળવી શકશો. આપની તંદુરસ્તી સારી રહેશે.

વૃશ્ચિક:આજે આપને ઘણાં સારા-નરસા અનુભવો થશે. આપને અજંપો અને થાક લાગશે તો સાથે સાથે કેટલાક કાર્યો અનઅપેક્ષિત રીતે પાર પડવાથી મનોમન ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ લાગશે. નોકરી કે વ્યવસાયમાં કોઇપણ મુશ્કેલીથી બચવા માટે પૂર્વાયોજન અને સચોટ વ્યૂહનીતિ ઘડવાની સલાહ છે. આપે કોઇ ઉચ્ચ અધિકારી સાથે વધુ પડતા વિવાદોમાં ના પડવું. વિદેશયાત્રાના સંજોગો ઊભા થાય તેમ જ વિદેશમાં વસતા સ્વજનોના સારા સમાચાર મળે. સંતાનોને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે.

ધન:આપ વાણી અને સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં નહીં રાખો તો સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. આપનું સ્વાસ્થ્ય કથળે અને કફ તથા શરદી જેવી તકલીફો ઉભી થાય. મન બેચેન રહે.નાણાંકીય ખર્ચ થઇ શકે. ખોટા કાર્યોથી દૂર રહેવું. સરકાર તરફથી મળતા લાભોમાં ઘટાડો થઈ શકે છે. કામકાજના સ્થળે દરેકની સાથે સહકારની ભાવના વધારવી પડશે.

મકર:આપને કામની ચિંતામાં ઘટાડો થતા રાહત અનુભવાશે. સગા-સંબંધીઓ સાથે દિવસ મોજ મસ્તીમાં પસાર થશે. આપ વિજાતીય તરફ આકર્ષાઓ તેવી શક્યતા છે. આપ સુખી દાંપત્યજીવન માણી શકશો. આપના વેપારમાં વૃદ્ધિ થઇ શકશે. આપ નાણાંકીય લાભ તેમજ માન-પાન પણ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજનને મળીને તેમ જ પ્રિયજન સાથે કોઇ પ્રવાસ માણીને આપ આનંદિત થઇ જશો.

કુંભ:આપ જે કામ કરશો તેમાં સફળતા મેળવી શકશો. પરિવારમાં સંપ અને સુમેળ જળવાઇ રહેશે. આપને શારિરીક અને માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. આપ વિચાર અને વર્તનમાં વધુ લાગણીશીલ બની જશો. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળી રહેશે. આપને નોકરો અને મોસાળ પક્ષથી પણ લાભ થઇ શકે. અગત્યના કામમાં નાણાં ખર્ચ થવાની શક્યતા છે. આપના વિરોધીઓ કે હરીફો આપની સામે નહી જીતી શકે.

મીન:આપને કાલ્પનિક દુનિયામાં વિહાર કરવાનું ગમશે. આપ લેખન અને સાહિત્ય ક્ષેત્રે પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીઓ તેમના જીવનસાથીની નિકટતા માણી શકશે. શેર સટ્ટામાં આપને ફાયદો થઇ શકે. આપે માનસિક સમતુલા જાળવવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details