મેષ: આજે આપ ઝડપથી પલટાતા વિચારોની વચ્ચે તમારે માનસિક સ્થિરતા અને ધીરજ સાથે રહેવાનું છે. કોઇ એક નિર્ણય પર આવવામાં જો મુશ્કેલી વર્તાય તો હાલમાં નિર્ણય લેવાનું ટાળજો અથવા કોઈ તજજ્ઞની સલાહ સાથે આગળ વધજો. આજનો દિવસ આપના માટે નોકરી ધંધાના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત રહે અને એમાંથી બહાર આવવાની કોશિશમાં રહો. એમ છતાં નવું કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળે અને કાર્યારંભ આપ કરો પણ ખરા. નાનો કે નજીકનો પ્રવાસ થાય. લેખનકાર્ય માટે સારો દિવસ છે. આજે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમયને અવકાશ મળે.
વૃષભ: આજે આપનું ઢચુપચુ વલણ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે પરંતુ તો મનમાં એક નિર્ધાર કરીને આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો જીત પાક્કી છે. આપના જીદ્દી સ્વભાવને આજે તિલાંજલિ આપજો અન્યથા કોઇની સાથે ચર્ચા- વિવાદ દરમ્યાન સામેની વ્યક્તિને મનદુઃખ થઈ શકે છે. આજે ઘડેલા પ્રવાસની યોજનામાં ફેરફાર થાય અથવા કદાચ મુલતવી રહે. આજે લેખકો, કારીગરો અને કલાકારો પોતાની પ્રતિભા દેખાડી શકશે. આપ આપની સુમધુર વાણીથી કોઇકને મનાવી શકો. અનિર્ણાયકતા ધરાવતી પરિસ્થિતિમાં નવું કાર્ય શરૂ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન: તન- મનની તાજગીના અનુભવ સાથે આપની આજના દિવસની શરૂઆત થાય. ઘર અને બહારના સ્થળે દોસ્તો તેમજ કુટુંબના સભ્યો સાથે આપ ભાવતાં ભોજન લો. સારાં વસ્ત્રો પહેરીને બહાર જવાનો પ્રસંગ ઉભો થાય. નાણાકીય લાભ મળવાના યોગ છે. મનમાં કોઇપણ પ્રકારની નેગેટીવ લાગણીઓને પ્રવેશવા ન દેવાની અને પ્રવેશે તો દૂર હડસેલી દેવાની સલાહ છે. દરેક સ્થિતિમાં મનને શાંતિ અને સ્થિર રાખવું.
કર્ક: આપનું મન દ્વિધાનો અહેસાસ કરશે તેથી આપનામાં નિર્ણયશક્તિનો અભાવ આવી શકે છે. આવી સ્થિતિમાં તમે લાગણીમાં આવવાના બદલે માનસિક તટસ્થતા અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરજો. મહત્વના કાર્યો શક્ય હોય ત્યાં સુધી કાલ પર છોડવા. સગાવહાલા સાથે વધુ આત્મીયતા અને સહકાર સાથે રહેવાની સલાહ છે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ કરવો પડે પરંતુ તેનાથી મનમાં કોઈ સંકોચ કે અફસોસ નહીં હોય. વાણી પર સંયમ રાખવાની સલાહ છે. કોઇ સાથે ટંટા ફિસાદમાં ન પડવું. ગેરસમજ થતી હોય તો સ્પષ્ટતા કરવી જરૂરી છે. આરોગ્યનું ધ્યાન રાખવું. ધનહાનિથી સંભાળવું.
સિંહ: આપ કોઇ પણ બાબત પર દૃઢ મનથી નિર્ણય લેવાની સલાહ છે જેથી આપને ઉપલબ્ધ થતી તકોનો આપનો આપ ફાયદો ઉઠાવી શકો. વિચારોના વંટોળમાં અટવાયેલા આપના મનને સાચો માર્ગ બતાવવા માટે કદાચ કોઈની સલાહની જરૂર પડે તો તેમાં અચકાવું નહીં. મિત્રવર્તુળ અને વિશેષ કરીને સ્ત્રી મિત્રો તરફથી આપને લાભ મળશે. સંતાનોથી મુલાકાત થાય. વેપારમાં લાભ થાય. મહત્ત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. સંતાનોની મુલાકાત થાય. ઉત્તમ ભોજનપ્રાપ્તિ થાય.
કન્યા: આપનો આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે. નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજના આજે સાકાર થાય. વેપારીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે લાભકારી દિવસ છે. તેમની પદોન્નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. ઉપરી અઘિકારીઓ તરફથી લાભ થાય. ઘન- માન સન્માન મળે. પિતા તરફથી લાભ થાય. કુટુંબમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. તંદુરસ્તી સારી રહેશે. સરકારી કાર્યો પૂરા થાય. તેમજ સરકાર તરફથી લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેશે.